મહેશ સ્કૂલે ખૂબ દૂરથી આવે છે. પહેલાં તે અંદાજે તળાવ તરફ ૪૦૦ મીટર ચાલે છે. પછી પોતાના સ્લીપર હાથમાં લઈને ૧૫૦ મીટર તળાવમાં ચાલે છે. ત્યારપછી તે ૩૫૦ મીટર પહોળા લીલા ખેતરને ઓળંગે. ત્યારબાદ ૪૦ મીટર પહોળો રસ્તો ચોકસાઈથી પસાર કરી શાળાએ પહોંચે છે.દરરોજ શાળાએ પહોંચવા મહેશ કેટલું ચાલે છે ?