Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવતા ઢાળ $AB$ પર બિંદુ $B$ પાસેથી એક બ્લોક નીચે તરફ સરકે છે,જેમાં ઉપરનો $BC$ ભાગ લીસો અને બાકીનો $CA$ ભાગ ખરબસડો છે જેનો ઘર્ષણાંક $\mu$ છે. જ્યારે બ્લોક તળિયે બિંદુ $A$ પાસે પહોચે ત્યારે તે સ્થિર થાય છે. જો $BC=2AC$, હોય તો તેનો ઘર્ષણાંક $\mu=k \tan \theta$ વડે આપવામાં આવે છે.તો $k$ નું મૂલ્ય કેટલું હશે?
એક ભારે બોક્સ ને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ખસેડવા માટે વ્યક્તિ $A$ તેને સમક્ષિતિજથી $30^o$ ના ખૂણે ધકેલે છે અને તેના માટે જરૂરી ન્યુનત્તમ બળ $F_A$ છે, જ્યારે વ્યક્તિ $B$ બોક્સ ને સમક્ષિતિજથી $60^o$ ના ખૂણે ખેંચે છે અને તેના માટે તેને ન્યુનત્તમ બળ $F_B$ ની જરૂર પડે છે. તો બોક્સ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $\frac{{\sqrt 3 }}{5}$ છે તો ગુણોત્તર $\frac{{{F_A}}}{{{F_B}}}$ કેટલો થશે?
એક વસ્તુ $45^{\circ}$ ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને $45^{\circ}$ ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં $n$ ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક $.................$ થશે.
$R_{1}$ અને $R_{2}$ અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતી વલયાકાર રિંગ સરક્યા વગર અચળ કોણીય ઝડપથી ફરે છે. રિંગના અંદરના અને બહારના ભાગો પર સ્થિત બે કણો દ્વારા અનુભવાતા બળોનો ગુણોત્તર, $\frac{F_{1}}{F_{2}}$ કેટલો થાય?
બ્લોકને $45^°$ ઢાળવાળા રફ ઢાળ પરથી નીચે આવતા લાગતો સમય એ તે ઢાળવાળા ઘર્ષણરહિત ઢાળ પરથી નીચે આવતા લાગતા સમય કરતાં બમણો છે. બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?
$\theta$ ખૂણાવાળા ઢાળનો ઉપરનો અડધો ભાગ ઘર્ષણરહિત અને નીચેનો અડધો ભાગ રફ છે.એક બ્લોકને ટોચ પર મૂકતાં તળિયે સ્થિર થઇ જતો હોય,તો બ્લોક અને ઢાળ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?