Question
મુઘલયુગની સ્થાપત્યકલાનાં નામ આપો.

Answer

મુઘલયુગની સ્થાપત્યકલાનાં નામ નીચે પ્રમાણે છે $: (1)$ મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્લીમાં આવેલો હુમાયુનો મકબરો (કબ૨), $(2)$ મુઘલ સમ્રાટ અકબરે આગરામાં બંધાવેલ વિશાળ કિલ્લો, $(3)$ ફતેહપુર સિક્રીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બીરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામી મસ્જિદ વગેરે મુખ્ય છે. $(4)$ શેરશાહનો સાસારામનો મકબરો, $(5)$ મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાંએ આગરામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહાલ. $(6)$ શાહજહાંએ દિલ્લીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાન$-$એ$-$આમ, દીવાન એ$-$ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free