Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
$M_A$ આણ્વિય દળ ધરાવતા $5\,g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200\, g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય, તો $\Delta T_b$ ..... થશે.
$250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$ હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
$1\, mole$ પ્રવાહી $A$ અને $2\, mole$ પ્રવાહી $B$ મિશ્ર થઇ $38\, torr$ બાષ્પદબાણ ધરાવતું દ્રાવણ બનાવે છે. શુદ્ધ $A$ અને શુદ્ધ $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $45\, torr$ અને $36\, torr$ હોય તો દ્રાવણ ................ હશે.
જ્યારે $0.5143 $ ગ્રામ એન્થ્રેસીનને $35 $ ગ્રામ $CHCl_3$ માં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે $CHCl_3$ નું ઉત્કલન બિંદુ $0.323$ વધે છે. એન્થ્રેસીન અણુભારની ગણતરી કરો. $CHCl_3$ ના $K_b= 3.9\,K$ મોલ$^{-1}\,kg.$