Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક રિંગને ખીલી પર લટકાવેલ છે, તે સરક્યાં અને ગબડ્યા વગર આવર્તગતિ કરે છે. $(i)$ તેના સમતલમાં તેનો આવર્તકાળ $T_{1}$ અને, $(ii)$ આગળ અને પાછળ સમતલને લેમ્બ દિશામાં તેનો આવર્તકાળ $T _{2}$ હોય તો $\frac{ T _{1}}{ T _{2}}$ નો ગુણોત્તર કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $4 \,kg$ દળ ધરાવતો કણ સરળ આવર્તગતિ કરે છે. જેની સ્થિતિ ઊર્જા $PE \,(U)$ તેના સ્થાનાંતરે $x$ બદલાય ચલન કરે છે. તેનો આવર્તકાળ કેટલો હશે?
$10\, kg$ દ્રવ્યમાનની એક વર્તુળાકાર તક્તી તેના કેન્દ્રથી જોડેલ તાર દ્વારા લટકાવવામાં આવેલ છે. આ તક્તીને ઘુમાવીને તારમાં વળ ચડાવી તેને મુક્ત કરવામાં આવે છે. આ વળ (ટોર્શનલ) દોલનોનો આવર્તકાળ $1.5\, s$ છે. આ તક્તીની ત્રિજ્યા $15 \,cm$ છે. આ તારનો ટોર્શનલ સ્પ્રિંગ-અચળાંક નક્કી કરો. ($\alpha -$ એ ટૉર્શનલ સ્પ્રિંગ-અચળાંક છે જે સંબંધ $J = -\alpha \theta $ દ્વારા વ્યાખ્યાયિત છે. જ્યાં $J $ પુનઃસ્થાપક બળ-યુગ્મ અને $\theta $ એ વળ-કોણ છે.)
એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ $10 \mathrm{~m}$ છે. જો દોલકની $10 \%$ ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહાંચે ત્યારે દોલક ની ઝડ૫_______થશે.${ [g: } 10 \mathrm{~ms}^{-2}${ નો ઉપયોગ કરો] }
$0.1\, kg$ દળ ધરાવતો કણ $0.1\, m$ ના કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે આ કણ સમતોલન સ્થાન પાસેથી પસાર થાય ત્યારે તેની ગતિઉર્જા $8\times10^{-3}\; Joule$ જેટલી છે. જો તેની શરૂઆતની કળા $45^o$ હોય તો તેની સરળ આવર્તગતિનું સમીકરણ શું થશે?.