Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$K$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તેની ગતિનું સમીકરણ $x(t)= A sin \omega t+ Bcos\omega t$, જ્યાં $\omega=\sqrt{\frac{K}{m}}$ છે. $t=0$ સમયે દળનું સ્થાન $x(0)$ અને વેગ $v(0)$ હોય, તો સ્થાનાંતરને $x(t)=C \cos (\omega t-\phi)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $C$ અને $\phi$ કેટલા હશે?
$M$ દળ ધરાવતા કણનો સમતોલન સ્થાને સ્થિતિમાન $V\, = \,\frac{1}{2}\,k{(x - X)^2}$ છે. $m$ દળ ધરાવતો કણ જમણી બાજુથી $u$ વેગથી $M$ દળ ધરાવતા કણ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવી ચોંટી જાય છે. જ્યારે કણ સમતોલન સ્થાન પર આવે ત્યારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. $13$ સંઘાત પછી દોલનોનો કંપવિસ્તાર કેટલો થાય? $(M = 10,\, m = 5,\, u = 1,\, k = 1 )$
લગભગ દળવિહિન $12.5 \,Nm ^{-1}$ જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે બે દળ $m_1=1$ કિગ્રા અને $m_2=5$ કિગ્રા સાથે જ લટકાવવામાં આવેલ છે. જ્યારે તે બંને દળ મધ્યબિંદુુએ સ્થિર હોય ત્યારે તંત્રમાં ફેરફારના થાય તેમ $m_1$ દૂર કરવામાં આવે છે, હવે પછીના દોલનો માટેનો કંપવિસ્તાર ........ $cm$ હેશે.
લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ $3\, {m} / {s}$ છે. લોલકની લંબાઈ $50 \,{cm}$ છે. જ્યારે દોરી શિરોલંબ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ ($m/s$ માં) કેટલો હશે?