Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$'m '$ દળના એક પદાર્થ ને સ્પ્રિંગના એક છેડે બાંધીને સમક્ષિતિજ સમતલમાં અચળ કોણીય વેગથી ચક્રાકારે ફેરવવામાં આવે છે. સ્પ્રિંગમાં ખેંચાણ $1\, cm$ છે. જો કોણીય વેગ બમણો કરવામાં આવે તો સ્પ્રિંગમાં ખેંચાણ $5\, cm$ થાય છે. તો સ્પ્રિંગની મૂળ લંબાઈ ........ $cm$ હશે.
$10\,kg$ નો નળાકાર $10 m/s$ ના વેગથી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે.જો સપાટી અને નળાકાર વચ્ચે ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થાય,તે પહેલાં તેણે કેટલા ............ $\mathrm{m}$ અંતર કાપ્યું હશે?
$m$ દળ નો પદાર્થ ને નીચેની બાજુ $g$ પ્રવેગ થી ગતિ કરતી લિફ્ટ માં સમક્ષિતિજ દિશામાં ખેચવામાં આવે છે. જો ઘર્ષણાક $\mu$ હોય તો પદાર્થ દ્વારા થતો ઘર્ષણ નો આઘાત કેટલો મળે?
બે પાટિયાની રચનામાં તેનો એક છેડો ધીરે ધીરે બીજા છેડાની સાપેક્ષે ઊંચો થાય છે. જેના પર બોકસ મૂકેલ છે. જયારે આ પાટિયું સમક્ષિતિજ સાથે $30^o $ નો ખૂણો બનાવે છે,ત્યારે બોકસ નીચે તરફ સરકવાનું શરૂ કરે છે અને $4$ સેકન્ડમાં $4\; m$ અંતર કાપે છે.તો બોકસ અને પાટિયા વચ્ચે સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંકના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?
સમક્ષિતિજ સપાટી પર મૂકેલા એક બ્લોક $B $ ને પ્રારંભિક વેગ $V_0 $ થી ક્ષણભર માટે ધકકો મારવામાં આવે છે. જો સપાટી અને બ્લોક વચ્ચેનો ગતિક ઘર્ષણાંક ${\mu _k}$ હોય, તો બ્લોક $B$ કેટલા સમય બાદ સ્થિર થશે?
એક બોલને બિંદુ $p$ આગળથી વિરામ સ્થિતિમાંથી લિસા અર્ધ વર્તુળાકાર પાત્રમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ મુક્ત કરવામાં આવે છે. બિંદુ $Q$ આગળ બોલ પર લાગતું કેન્દ્રગામી બળ અને લંબબળનો ગુણોત્તર $A$ છે. જ્યારે બિંદુ $Q$ નું બિંદુ $P$ ને સાપેક્ષ કોણીય સ્થાન $\alpha$ છે. નીંચે આપેલા આલેખોમાંથી ક્યો $A$ અને $\alpha$ વચ્ચેનો સાચો સંબંધ દર્શાંવે છે ?