Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ $5$ મિનિટમાં $80^{\circ}\,C$ માથી $60^{\circ}\,C$ સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન $20^{\circ}\,C$ છે.તો તેને $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી ઠંડો પડવા માટેનો સમય .......... $s$ થશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: $K_1 $ અને $K_2$ ઉષ્મા વાહકતા ધરાવતા $d$ લંબાઇના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
જો $e_\lambda$ અને $a_\lambda$ એ અનુક્રમે પદાર્થનો ઉત્સર્જન પાવર અને શોષણ પાવર છે અને $E_\lambda$ એ સંપૂર્ણ કાળા પદાર્થનો ઉત્સર્જન પાવર કિર્ચોફના નિયમ પ્રમાણે શું થશે?
બારીના કાચનું ક્ષેત્રફળ $10 m^{2}$ અને જાડાઈ $2 mm$ છે. બહાર અને અંદરનું તાપમાન અનુક્રમે $40°C$ અને $20°C$ છે. $MKS$ પદ્ધતિ પ્રમાણે ઉષ્મા વાહકતા $0.2$ છે. ઓરડામાં સેકન્ડ દીઠ વહન પામતી ઉષ્મા ......છે.
$0.36\; m^2$ જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને $0.1\; m$ જાડાઈ ધરાવતા પથ્થરની નીચેની સપાટી $100^{\circ} C$ તાપમાને વરાળ સાથે સંપર્કમાં છે. ઉપરની સપાટી $0^{\circ} C$ તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. એક કલાકમાં $4.8 \;kg$ બરફ પીગળે છે. આ પથ્થરની ઉષ્માવાહકતા ........ $J / m / s /{ }^{\circ} C$ હશે?