Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્થિર પડેલા $0.9 \,kg$ દળના પદાર્થ પર $10\,s$ સુધી અચળ બળ લાગે છે. જો પદાર્થ $250 \,m$ ગતિ કરતો હોય તો તેના પરં લગાવેલ બળનું મૂલ્ય ($N$ માં) કેટલું હશે?
બે કણો $A$ અને $B$ એક દઢ સળિયા $AB$ પર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સળિયો બે પરસ્પર લંબ આવેલ ટ્રક પર સરકે છે. કણ $A$ નો વેગ ડાબી બાજુ $10\; m / s$ છે. જયારે $\alpha=60^{\circ}$ થાય ત્યારે કણ $B$ નો વેગ ($m/s$ માં) કેટલો થશે?
એક દડો $20 \,m / s$ ની ઝડપથી ગતિ કરી રહ્યો છે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લીસી સપાટીથી અથડાય છે. દડાનાં વેગમાં થતાં ફેરફારનું મૂલ્ય .......... $m/s$ હશે.
બંદૂકમાંથી ગોળી છોડવામાં આવે છે. ગોળી પરનું બળ $F = 600 - 2 \times {10^5}t$ દ્વારા આપવામાં આવે છે, જ્યાં $F$ ન્યૂટનમાં હોય છે અને $t$ સેકન્ડમાં હોય છે. જેવી ગોળી બંદૂકના બેરલમાંથી બહાર નીકળે છે, તેમ તેના પર લાગતું બળ શૂન્ય થઈ જાય છે. ગોળી પર લાગતો સરેરાશ આઘાત ($N-s$ માં) કેટલો હશે?
$5 \,kg$ દળનો એક પદાર્થ $t=0 \,s$ સમય પર $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m / s$ વેગ સાથે ગતિ કરી રહ્યો છે. તે $t =2 \,s$ સમય પછી પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j})$ છે, તો પદાર્થનાં વેગમાનમાં થતો ફેરફાર .............. $kg m / s$ હશે.
ત્રણ બળો $\vec{F}_1=(2 \hat{i}+4 \hat{j}) \,N ; \vec{F}_2=(2 \hat{j}-\hat{k}) \,N$ અને $\vec{F}_3=(\hat{k}-4 \hat{i}-2 \hat{j}) \,N$ ને ઊગમબિંદુ પર સ્થિર રહેલાં $1 \,kg$ દળનાં પદાર્થ પર લગાડવામાં આવે છે. તો સમય $t=2 \,s$ પદી પદાર્થનું સ્થાન ક્યાં હશે.
$20 \,kg$ નો વાંદરો ઊભી દોરડું પકડે છે. જો દોરડા પર $25\,kg$ નું દળ લટકાવવામાં આવે, તો દોરડું તૂટતું નથી, પરંતુ જો તેના પર $25\,kg$ થી વધુ દળ લટકાવવામાં આવે તો તે તૂટી જશે. તે મહત્તમ કેટલા પ્રવેગથી ($m/{s^2}$ માં) વાંદરો દોરડા પર ચઢી શકે? $(g = 10\,m/{s^2})$