Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બિકરના તળીયે રહેલા સિકકા પર એક સૂક્ષ્મદર્શક યંત્રને કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવે સૂક્ષ્મદર્શક $1 \,cm$ ઉંચુ કરવામાં આવે છે. બિકરમાં પાણીને ....... $cm$ ઊંડાઈ સુધી રેડવામાં આવવું જોઈએ કે જેથી સિક્કો ફરીથી કેન્દ્રિત થાય? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ )
એક નાના કોણ પ્રિઝમ (પ્રિઝમકોણ $A$ છે) ની એક સપાટી પર એક કિરણ આપત કોણ $i$ પર આપાત થાય છે અને વિરુધ્ધ સપાટીથી લંબ રીતે નિર્ગમન પામે છે. જો આ પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય, તો આપાતકોણ ............ ની નજીકનો છે
એક પ્રકાશિત પદાર્થને $20\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $30\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુના લેન્સથી કેટલા અંતરે ($ cm$ માં) મૂકતા, $10\, cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા નો બર્હિગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થાય?
$10\, cm$ લંબાઈનો સળિયો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર નજીકનો છેડો $20\;cm $ અંતરે રહે એવી રીતે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
$P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\, cm $ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ કાચ હોય, તો ક્યાં........$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર એકરંગી પ્રકાશને કોઈ ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે છે. અને તેનું લઘુત્તમ વિચલન થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક $\sqrt 3$ હોય તો આપાત કોણ કેટલા ......$^o$ હશે?