Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રસરતા તરંગનું સુત્ર $y=A \cos 240\left(t-\frac{x}{12}\right)$ જ્યાં સમય $t$ સેક્ન્ડ, અંતર $x$ મીટરમાં છે. $0.5 \,m$ દૂર બે જગ્યાઓ વચ્ચેનો કળા તફાવત ($SI$ એકમમાં) કેટલો છે.
$A_0$ અને $xA_0$ કંપવિસ્તારવાળા બે તરંગો એક વિસ્તારમાંથી પસાર થાય છે. જો $x > 1$, હોય, તો શક્ય મહત્તમ અને લઘુત્તમ પરિણામી કંપવિસ્તારનો તફાવત કેટલો હોય.
સ્થિર અવલોકનકાર બે સ્વરકાંટાનો અવાજ સાંભળે છે જેમથી એક અવાજ અવલોકનકાર તરફ આવે છે અને બીજો તેનાથી દૂર જાય છે(તેની ઝડપ અવાજની ઝડપથી ખૂબ ઓછી છે). અવલોકનકાર $2\;$ સ્પંદ પ્રતિ સેકન્ડ સાંભળે છે.જો દરેક સ્વરકાંટાના દોલનોની આવૃતિ $v_{0}=1400 \;\mathrm{Hz}$ અને હવામાં ધ્વનિની ઝડપ $350\; \mathrm{m} / \mathrm{s}$ હોય તો દરેક સ્વરકાંટાની ઝડપ કેટલી હશે?
એક ટ્રેન એક સ્થિર અવલોક્નકાર તરફ $34\, m/s$ ની ઝડપથી ગતિ કરે છે. ટ્રેન સીટી વગાડે છે અને તેની આવૃત્તિ અવલોનકાર દ્વારા $f_1$ જેટલી નોંધાય છે. હવે જો ટ્રેનની ઝડપ ઘટીને $17\, m/s$ જેટલી થાય ત્યારે નોંધાતી આવૃત્તિ $f_2$ છે. જો ધ્વનિની ઝડપ $340\, m/s$ હોય તો ગુણોત્તર $\frac{f_1}{f_2}$ કેટલો થશે?
બે ટ્રેન એકબીજા તરફ સમાન ઝડપથી ગતિ કરે છે. ધ્વનિની ઝડપ $340 m / s$ છે. જો એક ટ્રેનના હોર્નની આવૃતિ બીજી ટ્રેનના ડ્રાઇવરને $9/8$ ગણી સંભળાતી હોય, તો દરેક ટ્રેનની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?