Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કારનું વજન $1800\; kg$ છે. તેની આગળ અને પાછળની એક્સેલ્સ (ધરીઓ) વચ્ચેનું અંતર $1.8\; m$ છે. તેનું ગુરુત્વકેન્દ્ર આગળની એક્સલથી $1.05\; m$ પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા (વ્હીલ) પર લાગતું બળ શોધો.
$M$ દળ અને $r$ ત્રિજ્યાની પાતળી તકતી તેની અક્ષને અનુલક્ષીને $\omega_1$ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, જો વ્યાસના બિંદુએ $m$ દળના બે નાના ગોળા મૂકવામાં આવે, તો તેની અંતિમ કોણીય ઝડપ કેટલી થશે?
$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર $m$ દળના કણો મૂકેલા છે. તો ત્રિકોણની કોઈ એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
ગોળાકાર પ્લેટફોર્મને ઘર્ષણ રહિત શિરોલંબ ધરી પર જડેલ છે. તેની ત્રિજ્યા $R=2\,m$ અને તેની ધરીને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $200\,kgm^{2}$ છે. તે શરૂઆતમાં સ્થિર છે. $50\,kg$ દળનો વ્યક્તિ આ પ્લેટફોર્મની ધાર પર ઊભો છે અને ધાર પર $1\,ms^{-1}$ના વેગથી જમીનની સાપેક્ષે ચાલવાનું શરૂ કરે છે. આ વ્યક્તિ દ્વારા એક ભ્રમણ પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે?
ઘન ગોળાની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા $ I$ છે. જો તેને પીગાળીને $r$ ત્રિજ્યા અને $ t $ જાડાઈની તકતી બનાવવામાં આવે છે. જો તેને સ્પર્શક અક્ષ (જે તકતીના સમતલને લંબ) પર જડત્વની ચાકમાત્રા $ I$ જેટલી જ છે. ત્યારે $ r$ ની કિંમત ....... થાય.
શિરોલંબ સમતલના ટ્રેકની ટોચ પરથી નાનો ગોળો સરક્યા વિના ગબડે છે. ટ્રેક ઉંચાઈ વાળો ભાગ તેમજ સમક્ષિતિજ પથ પણ ધરાવે છે. સમક્ષિતિજ પથની જમીનથી $1.0\ m$ ઉપર અને ટ્રેકની ટોચ જમીનથી $2.4\ m$ ઉપર છે. ગોળો જમીન પર $ E $ બિંદુએ પડે છે. આ બિંદુથી જમીન પરથી અંતર ........ $m$ થાય. $[$ $B$ થી $]$