Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોક્કસ તાપમાને અને $0.5\, atm$ દબાણે એમોનિયા ધરાવતા ફ્લાસ્કમાં ધન $N{H_4}HS$ નો જથ્થો રાખવામાં આવ્યો છે. એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું વિઘટન થઇને ફ્લાસ્કમાં $NH_3$ અને $H_2S$ વાયુ મળે છે. જ્યારે વિઘટન પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે ત્યારે કુલ દબાણ વધીને $0.84\, atm$ થાય છે. તો આ તાપમાને $NH_4HS$ ના વિઘટનનો સંતુલન અચળાંક થશે.
પ્રક્રિયા ${A_{(g)}}\, + \,2{B_{(g)}}\, \rightleftharpoons \,\,2{C_{(g)}}$ માટે $2\,L$ કદના પાત્રમાં $A$ ના $1$ મોલ અને $B$ ના $1.5$ મોલ લેવામાં આવે છે. જો સંતુલને $C$ ની સાંદ્રતા $0.35\,M$ હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ .......$M^{-1}$ થશે.
પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{(g)}$ અને $\frac{1}{2}{N_2} + \frac{1}{2}{O_2}$ $\rightleftharpoons$ $NO$ ના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય તો તેમનો સંબંધ.....
$20$ લીટર પાત્રમાં પ્રારંભમાં $ 1 - 1$ મોલ $CO$, $H_2O$, $CO_2$ ના હાજર હોય તો $ CO + H_2O$ $\rightleftharpoons$ $CO_2$ $+$ $ H_2$ ના સંતુલન માટે નીચેનામાંથી કયું સાચું છે ?