Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધરા અવસ્થામાં રહેલ હાઇડ્રોજન જેવા પરમાણુનું આયનીકરણ કરવા $9$ રીડબર્ગ જેટલી ઉર્જાની જરૂર પડે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામા સંક્રાંતિ કરે ત્યારે તે કેટલા .......$nm$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે?
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.51 \mathring A$ અને ધરા અવસ્થાની ઉર્જા $-13.6\; eV$ છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન ($\mu^{-}$) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ$=207 \mathrm{m}_{e}$] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?
બે અલગ અલગ પ્રયોગોમાં સોડિયમ અને કોપરની સપાટીઓ પરથી વિકિરણ મેળવવા માટે નિશ્વિત તરંગ લંબાઈનાં જ ક્ષ-કિરણ વાપરવામાં આવે છે અને તેમનાં સ્ટોપીંગ પોટેન્શીયલ નોંધવામાં આવે છે. તો આ સ્ટોપીંગ પોટેન્શીયલ કેવા હશે?
$n$ મુખ્ય ક્વોન્ટમઆંક ધરાવતા હાઇડ્રોજન પરમાણુની ઉર્જા $E = \frac{{ - 13.6}}{{{n^2}}}\;eV$ વડે આપવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોન $n = 3$ સ્તરમાંથી $n = 2$ સ્તરમાં દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન દ્વારા ઉત્સર્જાતા ફોટોનની ઊર્જા ($eV$ માં) કેટલી હશે?
બોહરના મોડેલમાં $R _1$ એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને $R_2$ એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર $\frac{ R _1}{ R _2}$ કેટલો હશે?