Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રપ્રસારમાન3 Marks
Question
પ્રસારમાન એટલે શું ? તેનાં ઇચ્છનીય લક્ષણો જણાવો.
✓
Answer
માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મુલ્ય એટલે ચલન અથવા પ્રસરમાન.
માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મુલ્ય એટલે ચલન અથવા પ્રસરમાન.પ્રસરમાનના ઇચ્છનીય લક્ષણો નીચે મુજબ છે.
(૧) પ્રસરમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ.
(૨) તેની ગણતરી સહેલી અને સમજવામાં સરળ હોવી જોઈએ
(૩) તેની ગણતરીમાં માહિતીના બધાં જ અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ
(૪) તે બૈજીક ક્રિયાઓ તથા આંકડાશાસ્ત્રીય ગણતરીઓ માટે અનુકુળ હોવું જોઈએ.
(૫) તે નિદર્શનના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ.એટલે કે એક જ સમષ્ટિમાંથી સમાન કાળના જુદા જુદા નીદારશો લેવામાં આવે તો તેમાંથી મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ.
(૬) તેની કિંમત પર માહિતીના અતિ નાનાં અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.