Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તાર પર વજન લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા તાર પર લગાવવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ........ $mm$ હોય ?
$A$ અને $B$ તાર સમાન દ્રવ્યના બનેલા છે અને ત્રિજ્યાનો ગુણોત્તર $2: 1$ અને લંબાઈનો ગુણોત્તર $4: 1$ છે. તો બંને તારમાં લંબાઈમાં એકસમાન ફેરફાર કરવા માટે તેના જરૂરી બળનો ગુણોત્તર = ?
સમાન દ્રવ્યમાથી બનાવેલા બે તાર $A$ અને $B$ ની લંબાઈ સમાન છે અને તેમની ત્રિજ્યા ${r_1}$ અને ${r_2}$ છે. તેનો એક બાજુનો છેડો દઢ રીતે બાંધેલો છે અને બંને પર સમાન ટોર્ક લગાવવામાં આવે તો $A$ ના છેડા અને $B$ ના છેડા પરના કોણીય સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો થાય ?
$1\,m$ લંબાઈ અને $1\,mm^2$ ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં $0.2\,mm$ વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે $120\times 10^9\,N/m^2$ અને $60\times 10^9\,N/m^2$ છે]
બાળકની ગલોલ નહિવત્ત દળ ધરાવતા રબર જેની લંબાઈ $42\, cm$ અને $6\, mm$ વ્યાસમાથી બનેલ છે. બાળક $0.02\, kg$ વજન ધરાવતો પથ્થર તેના પર મૂકીને $20\, cm$ ખેંચે છે. જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે પથ્થર $20\, ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ગલોલને ખેચતી વખતે તેના ક્ષેત્રફળમાં થતો ફેરફારને અવગણો.રબરનો યંગ મોડ્યુલસ લગભગ કેટલો હશે?