→ સમષ્ટિ : આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા તમામ એકમોના સમૂહને તે અભ્યાસ માટેની સમષ્ટિ કહેવામાં આવે છે.
→ જેમ કે, વસ્તીગણતરીની તપાસમાં દેશના તમામ નાગરિકોનો સમૂહ સમષ્ટિ છે.
→ સાન્ત સમષ્ટિ : જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા N ગણી શકાય તેવી હોય, તો તે સમષ્ટિને સાન્ત સમષ્ટિ કહેવામાં આવે છે.
→ જેમ કે, કોઈ શાળામાં 1200 વિદ્યાર્થીઓ ભણતા હોય, તો આ સમષ્ટિ સાન્ત સમષ્ટિ છે; જ્યાં, N = 1200 થશે.