Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન $A$ સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન $B$ $30\,m / sec$ ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન $300\,Hz$ આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત $..........\,Hz$ હોય. (ધ્વનિની ઝડપ $=330\,m / sec$ )
$1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ............... $kg \,wt$ હોય.
ક્રોસિંગ નજીક પહોંચતી ટ્રેનની ઝડ૫ $20 \,ms ^{-1}$ છે. તે જ્યારે ક્રોસિંગથી $1 \,km$ દુર હોય ત્યારે $640 \,Hz$ આવૃતિની સીટી વગાડે છે. હવા શાંત છે અને હવામાં અવાજની ઝડપ $330\,ms ^{-1}$ છે. ક્રોસિંગથી લંબ રીતે $\sqrt{3} \,km$ દૂર ઉભેલા શ્રોતા વડે ........ $Hz$ આવૃતિ સંભળાશે.
એક સ્વર કાંટાને $1 \mathrm{~m}$ લંબાઈના તાર સાથે ખેંચીને બાંધેલો છે અને તે $6 \mathrm{~N}$ તણાવ બળની અસર હેઠળ અજ્ઞાત આવૃત્તિ સાથે અનુનાદ ઉત્પન્ન કરે છે. જો આ જ તારમાં તણાવ બળ બદલીને $54 \mathrm{~N}$ કરવામાં આવે તો તે પ્રતિ સેકન્ડ $12$સ્પંદ ઉત્પન્ન કરે છે. તો સ્વરકાંટાની આવૃત્તિ __________$\mathrm{Hz}$ che.