Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m_1$ દળનો એક કણ $5m/s$ ના વેગ સાથે ગતિ કરે છે જે બીજા $m_2$ દળના સ્થિત કણ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પછી બંને કણો $4m/s$ ના સમાન વેગથી ગતિ કરે છે, તો $m_1$/$m_2$ ની કિંમત શોધો.
$10 \;g$ દળની ગોળી રાઇફલમાંથી $1000 \;m/s$ ના પ્રારંભિક વેગથી બહાર નીકળે છે અને સમાન સ્તરે $500\; m/s$ ના વેગથી પૃથ્વી સાથે અથડાય છે. હવાના ઘર્ષણ વિરુદ્વ કરવું પડતું કાર્ય (જૂલમાં) કેટલું હશે?
$m _{1}$ દળ ગતિ કરીને સ્થિર રહેલા $m _{2}$ દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના $m _{2}: m _{1}$ દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.
$3\;gm$ ના કણ પર એવી રીતે બળ લગાવવામાં આવે છે કે જેથી કણનું સ્થાન સમયના સ્વરૂપે $ x = 3t - 4{t^2} + {t^3} $ મુજબ આપવામાં આવે છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે/ પ્રથમ $4\, sec$ માં કેટલું કાર્ય ($mJ$ માં) થાય?
$m$ દળની કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે અને એવી રીતે પ્રવેગિત થાય કે જેથી કારને મળતા તાત્ક્ષણિક પવારનું મૂલ્ય $P_{0}$ જેટલું અચળ રહે છે. કારનો તાત્ક્ષણિક વેગ કોના સપ્રમાણમાં હોય?