Question
‘સજ્જન કેરા સંગથી ટળે બધા પરિતાપ,
સીલ લાખ પર દાબતાં ઉત્તમ ઊઠે છાપ.’

Answer

પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ સંગનો મહિમા સમજાવ્યો છે. આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે ‘સંગ તેવો રંગ’ જેવા વ્યક્તિનો તમે સંગ કરશો તમે પણ તેવા બની જશો. સારા વ્યક્તિનો સંગ કરવાથી માણસો સારા બની શકે છે. સંગથી વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાય છે. અને મપાય છે. જેમ કે પારસમણિના સંગે કથીર (લોખંડ) પણ સોનું બની જાય છે. તેમ આપણે પણ જો સજજનોનો સંગ કરીશું તો આપણામાં પણ સજ્જનતાના ગુણો વિકસે છે. અને જો તમે કોઈ ખરાબ, નગુણા  વ્યક્તિનો સંગ કરશો તો તમે પણ તેના જેવો નગુણા બની શકો છો. સંગનો રંગ ક્યારેય લાગ્યા વિના રહેતો નથી.
દુર્જન માણસનો સંગ કરવાથી હંમેશા આપણને નુકસાન જ થાય છે. તે ક્યારેય તમને સાચો માર્ગે લઇ જતો નથી. પોતે તો અવળાં ને ખોટાં કાર્યો પ્રેરે છે. માટે હંમેશા દુર્જનથી દૂર રહેવું જોઈએ. અને સાચા મનુષ્યનો સંગ કરવો જોઈએ. સાચા માણસની સાથે રહેવાથી પણ આપણું મૂલ્ય વધી જતું હોય છે. માટે હંમેશા સજ્જનોની આસપાસ જ રહેવું જોઈએ અને દુર્જનોથી દૂર રહેવું જોઈએ. ગરમ કરેલા લાખ પર જેમ સીલ દબાવીએ તો તેની છાપ સારી પડે છે તેમ સારાનો સંગ કરવાથી આપણું વ્યક્તિત્વ પણ ખીલી ઊઠે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free