લેખન - વિચાર વિસ્તાર — ગુજરાતી STD 11 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીલેખન - વિચાર વિસ્તાર3 Marks
Question
‘વિદ્યા વિનયથી શોભે છે’
✓
Answer
પ્રસ્તુત પંક્તિમાં વિદ્યાની સાથે સાથે વિનયનો મહિમા કરવામાં આવ્યો છે. શિષ્યમાં ગુરુ દ્વારા આપવામાં આવતી વિદ્યા અઢળક પ્રમાણમાં હોય, ભણવામાં ખૂબ હોંશિયાર હોય પણ સાથે સાથે એ શિષ્યમાં જો વિનયરૂપી સંસ્કાર હશે તો જ તેની વિદ્યા વધારે શોભી ઉઠશે. અને જો શિષ્યમાં માત્ર વિદ્યા હોય પણ તેનામાં વિનય વિવેકનો અભાવ હશે તો તે શિષ્યની વિદ્યા લાંબો સમય ટકશે નહિ. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે વિધાર્થી વિનયી હશે તેનામાં વિદ્યા આપોઆપ આવે છે. તેનો વિવેક તેને જ્ઞાન પણ અપાવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.