Question
સરળ યાદચ્છિક નિદર્શનના લાભ જણાવો.

Answer

જે નિદર્શનમાં સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક આપવામાં આવે અને નિદર્શ એકમોની પસંદગી નિરપેક્ષ રીતે થાય તેને સરળ યાદચ્છિક નિદર્શન કહે છે. તેના લાભ નીચે પ્રમાણે છે :
લાભ :
  • સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક મળે છે.
  • નિદર્શના એકમોની પસંદગી કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે પક્ષપાત વગર થઈ શકે છે.
  • સમાંગ સમષ્ટિ માટે તે સમષ્ટિનું વધુ સારું પ્રતિનિધિત્વ ધરાવે છે. જેથી વાજબી ચોકસાઈવાળા પરિણામો મેળવી શકાય છે.
  • નિદર્શની માહિતી પરથી ઓછા ખર્ચે અને ઝડપથી સમષ્ટિના લક્ષણો અંગે વિશ્વસનીય માહિતી મેળવી શકાય છે.
  • નિદર્શમાંથી સમષ્ટિ અંગે મેળવાયેલા પરિણામો કેટલો વિશ્વાસપાત્ર છે તેની ચકાસણી કરી શકાય છે.
  • નિદર્શમાંથી સમષ્ટિ અંગે પ્રાપ્ત થતાં પરિણામોમાં થતી ભૂલોની ગણતરી થઈ શકે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચલ $x$ નાં અવલોકનોના વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10, 2, 3$ અને $5$ છે. જો $y = 5x + 3$ હોય, તો ચલ $y$ ના વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન શોધો.
$52$ પત્તાની જોડમાંથી બે પત્તાં યાચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો, $(1)$ બે પત્તા લાલનાં કેટલી રીતે પસંદ કરી શકાય $?\ (2)$ એક પત્તું રાજાનું અને એક પતું રાણીનું કેટલી રીતે પસંદ કરી શકાય $?$
એક આઇ.ટી. કંપનીના 60 કર્મચારીઓમાંથી ઘરે રહી કાર્ય કરવાના ખ્યાલ વિશે 5 કદનો પર્દિક નિદર્શ પસંદ કરવાનો છે. નિદર્શ કેવી રીતે પસંદ કરશો તે સમજાવો.
$(2+\sqrt{3})^7+(2-\sqrt{3})^7$ની કિંમત દ્રીપદી વિસ્તરણની મદદથી મેળવો.
સરેરાશ વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
આવકવેરાની $5000$ ફાઈલમાંથી વધુ ઝીણવટભરી તપાસ $($scrutiny$)$ માટે $7$ ફાઈલનું પુરવણીરહિત પ્રકારે સરળ યાદચ્છિક નિદર્શ મેળવો.
એક કૉલેજમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીના $12$ મા ધોરણના ગુણને $40$ ભાર અને પ્રવેશ પરીક્ષાના ગુણને $60$ ભાર આપવામાં આવે છે. આ કૉલેજની મેરિટ યાદી પ્રમાણે વિદ્યાર્થીના ભારિત ગુણ $77 \%$ હોય તેને જ પ્રવેશ મળી શકે છે. એક વિદ્યાર્થીને $12$ મા ધોરણમાં $82 \%$ અને પ્રવેશ$-$પરીક્ષામાં $78 \%$ ગુણ મળેલ હોય, તો તેને આ કૉલેજમાં પ્રવેશ મળશે $?$
પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ લખો.
ત્રણ છોકરાઓ અને ત્રણ છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે ?
એક ડીસ્પ્લે રેફ્રિજરેટરમાં કંપની Aની 2 ચૉકલેટ, કંપની Bની 3 ચૉકલેટ અને કંપની Cની 4 ચૉકલેટ છે. તાનિયા તેમાંથી 3 ચૉકલેટની પસંદગી કરે છે, તો તેમાં કંપની Bની ઓછામાં ઓછી બે ચૉકલેટ કેટલી રીતે પસંદ કરી શકે ?