Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiતો જાણું4 Marks
Question
'તો જાણું' કાવ્યનું રસ દર્શન કરાવો.
✓
Answer
તો જાણું' કાવ્ય ગોપીના કૃષ્ણપ્રેમનું દર્શન કરાવે છે; પણ જરા જુદી રીતે. ગોપી શ્રીકૃષ્ણને પડકાર આપતાં કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો! પછી હું ઘેર ઘેર જઈને વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો ! તમે આખો દિવસ હાથમાં વાંસળી રમાડો એમાં શું? અમે તો કાંટાળી કેડી પર ગાગર લઈને આવીએ અને પાછા સ્મિત આપીએ! ડચકારા દઈને ગાયો ચરાવવી એવું કામ તો અમારા ગોકુળનો છોરો ચપટીમાં કરી નાખે! તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા! આમ, ગાગર ઉતારવાને બહાને ગોપી શ્રીકૃષ્ણનું નૈકટચ ઝંખે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.