Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiમારું તારું !4 Marks
Question
તારું-મારું ગઝલનું વક્તવ્ય સ્પષ્ટ કરો.
✓
Answer
મારું-તારું' ગઝલમાં કવિએ જીવનમાં સાચો આનંદ -સહિયારાપણાની ભાવનામાં છે એ વ્યક્ત કર્યું છે. વ્યક્તિએ જીવનમાં 'હુંપણું' - સ્વાર્થની ભાવનાથી દૂર રહીને પરમાર્થની ભાવના વિકસાવવી જોઈએ. આપણે જીતીએ એમાં તો ખુશી આનંદ છે પણ બીજાંને જીતતાં જોઈ આપણી હાર થાય તો પણ આનંદ હોવા જોઈએ. નાના બાળકનાં ઇટ્ટા-કિટ્ટા એક ઘડીનાં હોય છે પછી તરત જ સાથે રમવા લાગે છે. તેમ આપણે પણ જીવનમાં કોઈ જોડે અબોલા ન લેવા. હસતાં-રમતાં જીવન પસાર કરવું એજ જીવનની સાચી ખુશી છે. આપણું જીવન એ પ્રભુના હાથનું રમકડું છે. જ્યાં સુધી એની દોર પ્રભુના હાથમાં છે ત્યાં સુધી એ ચાલતું રહેશે. તો આવા અમૂલ્ય જીવનને એકબીજા સાથે હસતાં રમતાં ગીતો લલકારી આનંદભર્યું બનાવીને જીવવાની વાત કંવિએ કાવ્યમાં કરી છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.