Question
ટૂંક નોંધ લખો $:$ મુઘલકાલીન ચિત્રકલા, સાહિત્ય અને સંગીત

Answer

મુઘલકાલીન ચિત્રકલા: મોઘલ બાદશાહો ચિત્રકલાના. ભારે શોખીન હતા. હુમાયુ ઈરાનથી મીર સૈયદઅલી અને ખ્વાજા અબ્દુલ રામદ નામના ચિત્રકારોને દિલ્લી લાવ્યો હતો. અકબરના દરબારમાં જશવંત અને બસાવન જેવા મોટા ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના ગ્રંથો, અકબરનામા વગેરેમાં પુષ્કળ ચિત્રો દોર્યા હતાં. જહાંગીર પોતે સારો ચિત્રકાર હતો. તેના દરબારમાં મનસૂર અને અબૂલ હસન નામના જગવિખ્યાત ચિત્રકારો હતા. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ દક્ષિણનાં રાજ્યોમાં પણ ચિત્રકલા વિકસી હતી. મુઘલકાલીન સાહિત્ય: મુઘલ બાદશાહો સાહિત્યપ્રેમી હતા. તેઓ સારા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં પુષ્કળ સાહિત્યનું સર્જન થયું હતું. અબુલફઝલે ‘ અકબરનામા ' ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે ‘ આમને$-$અકબરી' નામનો ઐતિહાસિક ગ્રંથ પણ લખ્યો હતો. તેણે મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. આ સમયમાં ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન પર આધારિત પુષ્કળ સાહિત્ય રચાયું હતું. મુઘલયુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથે, સંત જ્ઞાનેશ્વરે, સંત નામદેવે અને સ્વામી રામદાસે; બંગાળી ભાષામાં સંત ચૈતન્ય અને ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ ભક્તિસાહિત્યની રચના કરી હતી. મુઘલકાલીન સંગીત: ઔરંગઝેબને બાદ કરતાં બધા જ મુઘલ બાદશાહો સંગીતના શોખીન હતા. અકબર સંગીતનો જાણકાર હતો. તેના દરબારના નવરત્નો પૈકી તાનસેન શાસ્ત્રીય સંગીતનો મહાન ગાયક હતો. તાનસેને અનેક રાગો પર રચના કરી હતી. અકબરના દરબારમાં બૈજુ બાવરા નામનો સંગીતકાર પણ હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free