Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપર્યાવરણના ઘટકો અને આંતરસંબંધો5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ ભરતી$-$ઓટ
✓
Answer
સમુદ્રોનાં પાણી દિવસ દરમિયાન બે વખત ઊંચે ચડે છે અને નીચે ઊતરે છે. સમુદ્રોનાં પાણી ઊંચે ચડે તેને ‘ ભરતી ’ અને નીચે ઊતરે તેને ‘ ઓટ ’ કહેવામાં આવે છે. ભરતી વખતે સમુદ્રના પાણીથી સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે. ઓટ વખતે સમુદ્રના પાણીની સપાટી નીચી ઊતરીને કિનારાથી દૂર જાય છે. ભરતી$-$ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી થાય છે. બધાં સ્થળોએ અને બધા દિવસોએ એકસરખી ભરતી$-$ઓટ આવતી નથી. પૂનમ અને અમાસના દિવસોએ સૌથી મોટી ભરતી$-$ઓટ આવે છે. સાતમ$-$આઠમના દિવસોએ નાની ભરતી$-$ઓટ આવે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.