Question
ટૂંક નોંધ લખો: ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા

Answer

ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તે સ્થળાંતરિત (ઝૂમ) ખેતી કરતી. તે નાનાં નાનાં કુળોમાં વહેંચાયેલી હતી. ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાની નોંધ મુજબ ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં $70,000$ જેટલાં ગામડાંઓ હતાં. ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેન્દ્રીત હતી. રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળની સત્તા હતી. દરેક ગઢ $84$ ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 'ચોર્યાસી' કહેવામાં આવતો હતો. દરેક ચોર્યાસીને બાર ગામના એક પેટા એકમ 'બારહોત'માં વહેંચવામાં આવી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free