વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા
✓
Answer
ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તે સ્થળાંતરિત $($ઝૂમ$)$ ખેતી કરતી. તે નાનાં નાનાં કુળોમાં વહેંચાયેલી હતી. ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાની નોંધ મુજબ ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં $70,000$ જેટલાં ગામડાંઓ હતાં. ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેન્દ્રીત હતી. રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળની સત્તા હતી. દરેક ગઢ $84$ ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને ‘ ચોર્યાસી કહેવામાં આવતો હતો. દરેક ચોર્યાસીને બાર ગામના એક પેટા એકમ ‘ બારહોત'માં વહેંચવામાં આવી હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.