Question
ટૂંક નોંધ લખો: સમુદ્રી પ્રવાહો

Answer

મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત માર્ગમાં નદીઓની જેમ વહેતા હોય છે. તેને 'સમુદ્રી પ્રવાહ' તરીકે ઓળખાય છે.
તાપમાન પ્રમાણે સમુદ્રી પ્રવાહોના બે પ્રકાર પડે છે:
(1) ગરમ પ્રવાહો
(2) ઠંડા પ્રવાહો
સમુદ્રી પ્રવાહો ઉત્પન્ન થવાનાં મુખ્ય કારણો સૂર્યની ગરમી, પવનો, સમુદ્રજળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ છે. સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ વહે છે; જ્યારે ઠંડા પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થાય છે અને મહાસાગરોની સપાટી નીચે વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free