વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય5 Marks
Question
ટૂંક નોંધ લખો: સ્થળાંતરિત (ઝૂમ) ખેતી
✓
Answer
ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરિત (ઝૂમ) ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોનાં વૃક્ષો કાપીને કે બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. બે-ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતાં તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને 'સ્થળાંતરિત' કે 'ઝૂમ' ખેતી કહે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટરદીઠ ઉત્પાદન ઓછું થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.