Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનઅઢારમી સદીના રાજકીય શાસકો5 Marks
Question
ટૂંકનોંધ લખો $:$ ભારતમાં શીખ સામ્રાજ્ય
✓
Answer
ગુરુનાનકે $15$ મી સદીમાં શીખધર્મની સ્થાપના કરી હતી. શીખધર્મ ગુરુ પરંપરા સાથે સંકળાયેલો છે. જેમાં $10$ ગુરુઓ થયા. $10$ મા ગુરુ ગોવિંદસિંહે શીખોને એકતાના તાંતણે બાંધી શીખ રાજયની સ્થાપના કરી. ગુરુ ગોવિંદસિંહ પછી બંદાબહાદુરે મુઘલ સામ્રાજય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો.
રણજિતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો. તેમણે કશ્મીર, પેશાવર અને મુલતાનનો વિજય કરી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઊભો કર્યો.
તેમા લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. તેઓએ તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. લાહોરમાં તેમણે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. જો કે તેમના મૃત્યુ બાદ અંગ્રેજોએ ઈ.સ. $1849$ માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજયમાં ભેળવી દીધું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.