Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનપ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર5 Marks
Question
ટૂંક નોંધ લખો: ગુજરાતી ભાષાનો વિકાસ
✓
Answer
ઈસુની $10$ મી અને $11$ મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. તેથી અપભ્રંશ ભાષા ગુજરાતી ભાષાની જનની કહેવાય છે. પ્રખર વિદ્વાન આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. ગુજરાતી ભાષાના નવા સાહિત્યયુગની શરૂઆત ભક્ત કવિ નરસિંહ મહેતાથી થઈ. નવા સાહિત્યયુગના મુખ્ય સૂત્રધારો નરસિંહ મહેતા, મીરાંબાઈ અને ભાલણ ગણાય છે. આ ત્રણે કવિઓના ભક્તિસાહિત્યથી ગુજરાતી ભાષાના વિકાસનો પ્રારંભ થયો. નરસિંહ મહેતાએ 'શામળદાસના વિવાહ', 'કુંવરબાઈનું મામેરું', 'હુંડી', 'સુદામાચરિત્ર', 'દાણલીલા' વગેરે કૃતિઓ રચી હતી. મીરાંબાઈએ કૃષ્ણભક્તિનાં અનેક પદો રચ્યાં છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે 'ગુર્જર ભાખા'ની સંજ્ઞા આપી હતી. ભાલણ આખ્યાનના પિતા કહેવાય છે. 'ધ્રુવાખ્યાન', 'મુર્ગી આખ્યાન', 'શિવ-ભીલડી સંવાદ' વગેરે તેમની જાણીતી કૃતિઓ છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.