Question
ટૂંકનોંધ લખો $:$ કબીર

Answer

કબીરના જન્મ અને તેમના કુટુંબ વિશે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. તેઓ પ્રતિભાસંપન્ન હતા. જીવનભર ગૃહસ્થ રહીને તેઓ પોતાનો વણકરનો ધંધો ચલાવતા રહ્યા. પોતે ભણ્યા ન હોવા છતાં સાધુ$-$સંતો અને ફકીરો સાથેના સત્સંગથી ધર્મ અને સંપ્રદાયોને સમજી ગયા હતા. આ સત્યને તેમણે પદોમાં અને સાખીઓમાં ઉતારવા માંડ્યું. જેની લોકો પર ખૂબ જ ઊંડી અસર થઈ. તેઓ જે માનતા તે કહેતા હતા અને એ પ્રમાણે જીવન જીવતા હતા. તેમના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે. તેને સાહેબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મ વગેરે જુદાં$-$જુદાં નામ આપવામાં આવ્યા છે. આમ, કબીર મધ્યકાલીન ભક્તિ $-$ આંદોલનના મહાન પ્રેરક, પ્રોત્સાહક અને પ્રચારક હોવા ઉપરાંત સાંસ્કૃતિક સમન્વયની સર્વગ્રાહી ભૂમિકાના સ્થાપક હતા. આથી તેઓ એક નૂતન યુગનું નિર્માણ કરી શક્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free