Question
ટૂંકનોંધ લખો: કુચીપુડી

Answer

ભારતના શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં આ નૃત્યનો ઉદભવ થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ $17$ મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. કુચીપુડી નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. શરૂઆતમાં એક વ્યક્તિ દ્વારા આ નૃત્ય થતું હતું, પરંતુ પછી તેમાં એક કરતા વધારે વ્યક્તિઓની પ્રસ્તુતિ થવા લાગી. આ નૃત્યની સાથે સંગીતની કર્ણાટકની પદ્ધતિ જોડાયેલી છે, એટલે નૃત્ય અને સંગીતનો અનોખો સંગમ આ નૃત્યમાં થાય છે. શરૂઆતમાં પુરુષો દ્વારા આ નૃત્ય થતું, પછી સ્ત્રીઓ પણ તેમાં જોડાઈ. પ્રાર્થના અને દેવતાઓના આહવાનથી આ નૃત્યની શરૂઆત થઈ હતી. તેના કેન્દ્રમાં દશાવતાર જેવા ભારતીય દેવતાઓના અવતારો અને મહાકાવ્યોના વિષયોનો સમાવેશ થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free