Question
ટુંકનોંધ લખો: ત્સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.

Answer

“સમુદ્રમાં પેદા થતા વિનાશક શક્તિશાળી મોજાને ત્સુનામી કહે છે.”
ત્સુનામીની ઉત્પત્તિ સમુદ્ર નીચે $7$ કે તેથી વધુ તીવ્રતાના રીક્ટર સ્કેલથી થતા ભૂકંપ અથવા સમુદ્રી જ્વાળામુખીના પ્રસ્ફોટથી કે સાગરીય ભૂખ્ખલનથી થાય છે.
આ મોજાં તેના ઉદ્ભવસ્થાનેથી વલયાકાર સ્વરૂપે તીવ્ર ગતિએ આજુબાજુ ફેલાય છે.
આ મોજાં સમૂહોની ઉંડાઈમાં ઓછી ઉંચાઈને લીધે દેખાતાં નથી, પરંતુ કિનારા પર ઓછી ઝડપ પણ ઊંચાઈ વધતાં તબાહી મચાવે છે.
$26$ ડિસેમ્બર $2004$ ના દિવસે હિંદી મહાસાગરમાં આવેલા સુનામીથી લગભગ $2$ લાખથી વધારે લોકો ભોગ બન્યા હતા.
આધુનિક સાધનોથી તેની અગાઉથી આગાહી થઈ શકે છે. તેથી સાવચેતીના પગલાં દ્વારા જાનહાનિ અટકાવી શકાય છે.
ત્સુનામીની સૂચના મળતાં સમુદ્ર કિનારાથી દૂર સલામત સ્થળે જવું જોઈએ. રેડિયો પાસે રાખી તંત્ર દ્વારા મળતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. નવાં બાંધકામ કે વસાહતોના નિર્માણમાં ધ્યાન રાખવું. મેન્ગ્રુવ વનસ્પતિનો વ્યાપ વધે તેવા પ્રયાસ કરવા જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free