Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દોરી પર પસાર થતાં લંબગત તરંગનું સમીકરણ $y = 10\sin \pi (0.01x - 2.00t)$ છે જ્યાં $y$ અને $x$ એ $cm$ માં અને $t$ સેકન્ડમાં છે. તો દોરી પર રહેલા કણની મહતમ ઝડપ ($cm/s$ માં) કેટલી હશે?
એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી $17.0\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને $24.5\, cm$ કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ $330\, m / s $ હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા $Hz$ હશે?
એક શ્રોતા $\lambda_0$ તરંગલંબાઈવાળો અવાજ ઉત્પન કરતાં સ્થિર ઉદગમ તરફ $v$ ઝડપથી ગતિ કરે છે. તો તરંગની તરંગ લંબાઈ કેટલો ફેરફાર શ્રોતા દ્વારા અનુભવાશે. ( $c=$ અવાજની ઝડપ)
$250 \;Hz$ જ્ઞાત આવૃત્તિવાળા ઉદ્ગમ વડે એક અજ્ઞાત આવૃત્તિના ઉદ્ગમને ઘ્વનિત કરતાં $ 4 $ સ્પંદ$/$સેકન્ડ આવે છે. આ અજ્ઞાત આવૃત્તિના ઉદ્ગમની દ્રિતીય પ્રસંવાદી $5 $ સ્પંદ$/ $સેકન્ડ આપે છે, જયારે તે $513\; Hz $ આવૃત્તિના ઉદ્ગમથી ઘ્વનિત કરવામાં આવે છે. આ અજ્ઞાત આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
એક એંજિન પર્વત પર અચળ વેગથી ચડે છે.જ્યારે તે $0.9\, km$ અંતરે હોય ત્યારે તે હોર્ન વગાડે છે જેનો પડઘો ડ્રાઇવરને $5\, seconds$ પછી સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ $330\, m/s$ હોય તો એંજિનનો વેગ $m/s$ માં કેટલો હશે?