Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઘરની છત પર રહેલી $750\,cm^{2}$ ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું લેવલ પાઈપ ઉપર નળના સ્તરથી ઊંચે રહેલ છે. $500\,nm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બાહર નીકળતા પાણીનો વેગ $30\,cm/s$ છે. આ સમયે $\frac{dh}{dt}$ નું મૂલ્ય $x \times 10^{-3}\,m/s$ છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.
$800 \,kgm ^{-3}$ ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ $a$ થી ઘટીને $\frac{a}{2}$ થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત $4100 \,Pa$ છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ $\frac{\sqrt{x}}{6} ms ^{-1}$ છે. $x$ નું મૂલ્ય ........ થશે. $\left( g =10 ms ^{-2}\right.$ છે.)
$R$ ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાની દળ ઘનતા $\rho(\mathrm{r})=\rho_{0}\left(1-\frac{\mathrm{r}^{2}}{\mathrm{R}^{2}}\right), 0<\mathrm{r} \leq \mathrm{R}$ મુજબ આપવામાં આવે છે. ઓછામાં ઓછી કેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ગોળો તરશે?
$0.4\, m ^{2}$ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે $1\, cm ^{2}$ આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં $40\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર $24\, kg$ પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો $V$......$m/s$
$0.1\,mm$ ત્રિજ્યા અન $10^{4} \,kg m ^{-3}$ ની ધનતા ધરાવતો એક નાનો ગોલીય બોલ પાણી ભરેલી ટાંકીમાં દાખલ થતાં પહેલાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ $h$ જેટલું અંતર કાપે છે. જો પાણીમાં દાખલ થયા બાદ બોલનો વેગ બદલાતો ના હોય તો $h$ નું મૂલ્ય ........... $m$ હશે.
એક નાના સ્ટીલના ગોળાને ગ્લિસરીનથી ભરેલ લાંબા નળાકર પાત્રમાં મુક્ત કરવામાં આવે છે. તો નીચેના માંથી ક્યો આલેખ આ ગોળાની ગતિ માટે વેગ વિરુદૂધ સમયનો આલેખ દર્શાવશે?