Question
'વર્ષાઋતુ' વિશે લખો

Answer

વર્ષા ઋતુઓની રાણી કહેવાય છે. આપણા દેશમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિનાનું ચોમાસું હોય છે. ચોમાસામાં વરસાદ વરસે છે. ચોમાસાને વર્ષાઋતુ પણ કહેવાય છે.
ગરમી પછી આકાશમાં ઘનઘોર વાદળાં છવાઈ જાય છે. ભયંકર મેઘગર્જના થાય છે. વીજળી જબરદસ્ત ચમકારા કરે છે. મોર પણ 'મેઆવ' 'મેઆવ' બોલીને કળા કરીને નાચવા લાગે છે. તપેલી ધરતી ઉપર જ્યારે વર્ષાનાં અમીછાંટણાં થાય છે ત્યારે માટીમાંથી એક ખાસ પ્રકારની સુગંધ પ્રગટે છે. ધરતી લીલીછમ થઈ જાય છે. ઝરણાં, નદી, તળાવ, સરોવર છલકાઈ જાય છે. બધે પાણી જ પાણી થઈ જાય છે. ચારેકોર દેડકાંનો ડ્રાઉં ડ્રાઉં અવાજ સંભળાવા લાગે છે. ખેડૂત પોતાનાં હળ-બળદ લઈને ખેતર તરફ જાય છે. પશુ-પક્ષી, જડ અને ચેતન સૌ ખુશ થઈ ઊઠે છે. સમગ્ર પ્રકૃતિમાં ચારેબાજુ ચેતના ફેલાઈ જાય છે. સૌ વરસાદને વધાવે છે. વર્ષાઋતુ આપણી 'જીવનદાત્રી' છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free