Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અજ્ઞાત આવૃત્તિ ધરાવતા સ્વરકાંટા $A$ સાથે $340\, Hz$ આવૃત્તિ ધરાવતા જ્ઞાત સ્વરકાંટા $5$ સ્પંદ/સેકન્ડ ઉત્પન્ન કરે. જ્યારે સ્વરકાંટા $A$ ને ઘસીને ટૂંકો કરવામાં આવે છે ત્યારે સ્પંદ આવૃત્તિ ઘટીને $2$ સ્પંદ/સેકન્ડ થાય છે. સ્વરકાંટા $A$ ની આવૃત્તિ કેટલી હશે ? ($Hz$ માં)
એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિક ના બરાબર છે. જો બંધ નળીની લંબાઇ $20\;cm$ છે, તો ખુલ્લી નળીની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
એક દોરીને $75 \;cm$ અંતરે રહેલા બે નિયત બિંદુુ વચ્ચે બાંધેલી છે. તેની અનુનાદ આવૃત્તિઓ $420\; Hz$ અને $315 \;Hz$ છે, આ બંને વચ્ચેની બીજી કોઈ આવૃત્તિ નથી. તો આ દોરી માટે સૌથી નીચેની અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?