Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.1\, mm$ જેટલું સ્લિટો વચ્ચેનું અંતર ધરાવતા યંગ ડબલ સ્લિટનાં પ્રયોગમાં જ્યારે $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે $\frac{1}{40}\, rad$ ના કોણે પ્રકાશિત શલાકા જોવા મળે છે. જ્યારે $\lambda_2$ તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ જ ગોઠવણી માટે પ્રકાશિત શલાકા આ જ કોણ આગળ મળે છે. જો તરંગલંબાઈ $\lambda_1$ અને $\lambda_2$ એ દૃશ્ય પ્રકાશ વિભાગ ($380\,nm$ થી $740\, nm $ સુધી) હોય તો તેમના મૂલ્ય કેટલા હશે.
યંગના બે સ્લીટના પ્રયોગમાં પડદા પરનાં બિંદુઓ $P$ અને $Q$ છે. સ્લિટ $S_{1}$ અને $S _{2}$ માંથી નીકળતાં તરંગોનો પથ-તફાતત અનુક્રમે $0$ અને $\frac{\lambda}{4}$ છે. બિંદુઓ $P$ અને $Q$ પાસે તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
$0.001\; mm$ પહોળાઇની એક પાતળી સ્લિટ પર $5000\;\mathring A$ તરંગલંબાઈનું એકરંગી પ્રકાશનુ સમાંતર કિરણ પૂંજ લંબરૂપે આપાત થાય છે. બહિર્ગોળ લેન્સ વડે કેન્દ્રલંબાઈ એ મુકેલા પડદા પર પ્રકાશ કેન્દ્રિત થાય છે. કેટલા વિવર્તન કોણ માટે પ્રથમ લધુતમ રચાશે?
યંગના બે સ્લિટના પ્રયોગમાં, પથ તફાવત $\frac{\lambda}{4}$ અને $\frac{\lambda}{3}$ હોય (પ્રકાશની તરંગ લંબાઈ) તેવા બે બિંદુએ તીવ્રતા અનુક્રમે $I _1$ અને $I _2$ છે. જો $I _0$ પ્રત્યેક સ્લિટમાંથી ઉત્પન્ન થતી પ્રકાશની તીવ્રતા દર્શાવે તો $\frac{I_1+I_2}{I_0}=..........$
એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ $L$ તથા તેમાં છિદ્રની ત્રિજયા $a$ છે.એમ ધારવામાં આવે છે કે જો $\lambda$ તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( $b_{min}$ કરો ) ત્યારે મળે કે જયારે
બે ધ્રુવકો $A$ અને $B$ ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક $C$ ને $A$ અને $B$ ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I _0$ હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા $........$ થશે.