Question types

લેખન વિભાગ question types

8 questions across 2 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

8
Questions
2
Question groups
5
Question types
Sample Questions

લેખન વિભાગ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

આ તૌ બંદર છે કે બટાકુ!જેની લંબાઈ માત્ર $5$ સેન્ટિમીટર અને વજન $10$ ગ્રામ હોય એવું સજીવ ક્યું હોય? તમારા મનમાં ઇયળ, વંદા કે બહુ બહુ તો નાનાં દેડક કૂઘાં હશે. ના, તે એક પ્રાણી છે અને તે આપણા પૂર્વજોની એક જાત છે. આપણી આંગળી જેટલું કદ ધરાવતા વાંદરાની આપણે વાત કરી રહ્યા છીએ. પિગ્મી મોર્માસેટસ જાતિનો વાંદરો દુનિયાનાં સૌથી ટબૂકડાં વાંદરા છે. તમારી સૌથી મોટી ઓગળી જેટલા. આટલી સાઈઝ તો એ જન્મે ત્યારે હોય છે. એ વખતે બચ્ચું એક નાનકડા બટાકા જેવડું દેખાય છે. મોંટા થઈ જાય ત્યારે તેમનું વજન $100$ ગ્રામ જેટલું હોય અને તેમના ઊંચાઈ $12$થી $15$ સેન્ટિમીટર સુધી જ પહોંચે છે, પણ તેમની પૂંછડી તો $20$ સેન્ટિમીટર જેટલી લાંબી બની જાય છે. આ વાંદરાંનું આયુષ્ય લગભગ $12$ વર્ષ જેટલું જ હોય છે. તમારે આવાં વાંદરાં જોવા છે ? તો તો તમારે પશ્ચિમ બ્રાઝિલ, પેરૂ, કોલંબિયા કે દક્ષિણ અમેરિકાનાં વરસાદ જંગલોમાં જવું પડે. દુનિયાના નકશામાં જોજો અને જજો. જલદી જો કેમ કે વાંદરાંની આ જાતિ ધીમે ધીમે વિલુપ્ત થઈ રહી છે. શક્ય છે કે થોડાંક વર્ષ પછી તે જોવા ન પણ મળે.
પ્રશ્નો :
$( 1 )$ આ વાંદરાને ટબૂકડાં કેમ કહ્યાં હશે ?
$( 2 )$ એક પિગ્મી મોર્માસેટસ દસ વર્ષનો છે તો તેને બાળક કહેવાય, યુવાન કે વૃદ્ધ ? શા માટે ?
$( 3 )$ મોટાં થાય ત્યારે પિગ્મી વાંદરાનું વજન તેમના જન્મ સમય કરતાં આશરે દસ ગણું વધે છે. ખરું કે ખોટું ?
$( 4 )$ પિગ્મી વાંદરાં આશરે કેટલા વર્ષ જીવે છે ?
View full solution
અમે દિવાળી વૅકેશનમાં ગીર અભયારણ્ય જોવા માટે ગયા હતા. ગાઇડ સાથે ખુલ્લી કારમાં અમે જંગલમાં નીકળ્યા. પંખીઓનો કલશોર અને બીજા કેટલાક પહેલાં ક્યારેય ન સાંભળ્યા હોય તેવા અવાજો સાંભળવાનો મોકો મળ્યો. એટલામાં અમારી ગાડીને બ્રેક વાગી. એક સિંહકુટુંબ અમારાથી $30$ ફૂટ દૂર બેઠું હતું : સિંહ, સિંહણ અને ત્રણ બચ્ચાં. ત્રણમાંથી એક બચ્ચાએ તો ભારે તમાશો કર્યો. દોડતું જઈ આંખો મીંચી બેઠેલા સિંહના માથે ચડી ગયું. એ જોઈ મેં મારા પપ્પા સામે જોયું, અમે બંને હસી પડ્યા. બચ્ચાના આમ અચાનક આવવાથી સિંહ સફાળો જાગી ગયો પણ ખીજે ભરાયો નહિ. બાકીનાં બે સિંહબાળ પણ પિતા સાથે ગેલ કરવા લાગ્યાં. રમત રમતમાં એક બચ્ચાએ બીજા બચ્ચાને ઝાપટ લગાવી. માર ખાધેલું બચ્ચું સામું મારવા ગયું પણ પહેલું બચ્ચું તેને થાપ આપીને છટકી ગયું. અમે સિંહકુટુંબની મોજ જોતાં રહ્યાં. અમને ત્યાં લાંબો સમય જોઈ સિંહે ત્રાડ નાખી. ગાઇડે ગાડી રિવર્સમાં લીધી. જંગલના રાજાની નામરજી જોઈ અમે પીછેહઠ કરી.પ્રશ્નો :
$(1)$ પ્રવાસીઓને શાની તક મળી?
$(2)$ સિંહ કેમ અચાનક જાગી ગયો?
$(3)$ કોણ કોને છેતરીને ભાગી ગયું?
$(4)$ સિંહ કેમ ગુસ્સે ન થયો?
View full solution

Generate a લેખન વિભાગ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App