Questions

વિચાર-વિસ્તાર

🎯

Test yourself on this topic

25 questions · timed · auto-graded

Question 14 Marks
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી.
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 24 Marks
જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી.
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 54 Marks
સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ;
ખીચું - કરડે પિંડીએ રીઝયું ચાટે મુખ,
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 64 Marks
છે માનવી જીવનની ઘટમાળ એવી;
દુ:ખ પ્રધાને સુખ અલ્પ થકી ભરેલી.
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 74 Marks
નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન,
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 84 Marks
સુખ સમયમાં છકી ન જવું, દુ:ખમાં ન હિંમત હારવી;
સુખદુ:ખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 94 Marks
દુ:ખીના દુ:ખની વાતો, સુખી ના સમજી શકે;
સુખી જો સમજે પૂરું, દુ:ખ ના વિશ્વાસમાં ટકે.
Answer
સ્વપ્રયત્ન
View full question & answer
Question 104 Marks
ઋણ, અગ્નિ તથા વ્યાધિ લેશમાત્ર રહી જતાં;
વધે ફરી ફરી, તેથી કદી ન બાકી રાખવાં.
Answer
આ પંક્તિઓમાં કવિએ જીવનનું વ્યાવહારિક સત્ય સમજાવ્યું છે. ઋણ (દવું), અગ્નિ અને વ્યાધિ (રોગ) – એ ત્રણેયનો સમૂળગો નાશ કરી દેવો જોઈએ. એનો એકાદ અંશ પણ રહી જાય તો તે ધીરે ધીરે વધીને આપણને ભારે નુકસાન કરે છે.
જો દેવું ચૂકવવાનું બાકી રહી જાય, તો તેનું વ્યાજ વધ્યા કરે છે. આ વ્યાજ ક્યારેક મૂડી કરતાં પણ વધી જાય છે. અગ્નિ બુઝાવતાં એકાદ તણખો પણ જો રહી જાય તો તેમાંથી નવેસરથી આગ ભભૂકી ઊઠે છે. રોગને પણ જો ઊગતો બરાબર ડામવામાં ન આવે તો તે વકરી બેસે અને ક્યારેક કાબૂ બહાર જતો રહે.
આપણે ઋણ, અગ્નિ અને વ્યાધિની બાબતમાં જરા પણ બેદરકાર રહ્યા વિના તેનો જડમૂળથી નાશ કરવો જોઈએ.
View full question & answer
Question 114 Marks
મન મેલાં તન ઊજળાં, બગલા કપટી અંગ;
તેથી તો કાગા ભલા, તન મન એક જ રંગ.
Answer
આ પંક્તિઓમાં કવિએ બગભગત પર આકરો કટાક્ષ કર્યો છે.
બગલો ધોળો હોય છે. તે પાણીમાં ઊભો હોય ત્યારે તે જાણે ધ્યાનમગ્ન હોય તેવો ડોળ કરે છે. પરંતુ તેનું ધ્યાન માછલીમાં હોય છે. પાણીમાં માછલી દેખાતાં જ તેને તે ચાંચમાં પકડી લે છે. આપણે તેના ઉજળા તનથી તેની લુચ્ચાઈ પારખી શકતા નથી. એના કરતાં કાગડો સારો. તેનું તન કાળું અને તેનાં કર્મો પણ કાળાં. તેનામાં કોઈ ઢોંગ કે કપટ હોતાં નથી.
સમાજમાં અસંખ્ય માણસો બગલા જેવા હોય છે. તેમના મનની મેલી મુરાદ જાણી શકાતી નથી. તક મળતાં તેઓ સ્વાર્થ સાધી લે છે. આપણે એવા લોકોથી ચેતીએ. એના કરતાં કાગડા જેવા દુર્જનો સારા. એનાથી આપણે ક્યારેય, કદી છેતરાઈએ તો નહિ!
View full question & answer
Question 124 Marks
પીપળ પાન ખરંતાં, હસતી કૂંપળિયાં
મુજ વીતી તુજ વીતશે, ઘીરી બાપુડિયાં.
Answer
આ પંક્તિઓમાં કવિ કહે છે કે પીપળાનાં પીળાં અને પાકાં પાન ખરે છે ત્યારે કૂંપળો હસે છે. તે વખતે ખરતાં પાન કૂંપળોને ધીરજ રાખવાનું કહે છે. તેઓ કહે છે કે એક દિવસ તમારી દશા પણ અમારા જેવી જ થવાની છે.
કેટલાક લોકો લાંબો વિચાર કરતા નથી. તેઓ ઘરડાં, અપંગ 3 અને ગરીબ માણસોની મશ્કરી કરે છે. તેઓ તે વાત ભૂલી જાય છે કે ક્યારેક એમની પણ એવી દશા થવાની છે. કોઈના બધા દિવસો હું ક્યારેય એકસરખા હોતા નથી.
આથી આપણે કોઈની હાંસી ન ઉડાવીએ. કોઈની મશ્કરી ન કરીએ. વૃદ્ધો અને અશક્તો તેમજ ગરીબો માટે દયાની લાગણી રાખીએ. આપણે તેમને શક્ય હોય તે મદદ કરીએ.
View full question & answer
Question 134 Marks
આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે.
Answer
કોઈ પણ ઉપદેશ તેના આચરણ વિના અસર કરતો નથી.
ઉપદેશ આપવો સહેલો છે પરંતુ તેને આચરણમાં મૂકવો અઘરો છે. જ્યાં સુધી કોઈ બાબત આચરણમાં ન મુકાય ત્યાં સુધી તેની બીજા પર ધારી અસર થતી નથી. દરરોજ મોડા ઊઠનાર બીજાને વહેલા ઊઠવાનો બોધ આપે તો તેની અસર થતી નથી. આથી બુદ્ધ ભગવાને પોતે ગોળ ખાવાનું છોડી દીધા પછી બાળકને ગોળ ખાવાનો બોધ આપ્યો. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે’ એ કહેવતમાં પણ પ્રથમ કોઈ બાબત આચરણમાં જ મૂકવાની શિખામણ છે.
આપણે સારી બાબતો આચરણમાં મૂકીએ. પછી ઉપદેશ આપવાની જરૂર રહેશે નહિ. આપણા સંપર્કમાં આવતા લોકો આપણું અનુકરણ કરતા થશે.
View full question & answer
Question 144 Marks
વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય;
વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.
Answer
આ પંક્તિઓમાં કવિ કહે છે કે આફત આવી પડે ત્યારે વલખાં મારવાં ન જોઈએ. લાચાર થઈ વલખાં મારવાથી આપણી મુશ્કેલી દૂર થતી નથી. આફત આવી પડે ત્યારે મહેનત કરવી જોઈએ. મહેનત કરવાથી જ આફત દૂર થાય છે.
કેટલાક લોકો દુઃખ આવી પડે ત્યારે માથે હાથ રાખીને બેસી રહે છે. કેટલાક લોકો બીજાઓની આગળ દુઃખનાં રોદણાં રડે છે. પરંતુ તેમ કરવાથી તેઓ હાંસીપાત્ર બને છે. આપણે નિરાશ થયા વિના મહેનત શરૂ કરીએ તો દુઃખ દૂર થઈ જાય છે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરીક્ષામાં નિષ્ફળતા મળતાં, ધંધામાં ખોટ જતાં હતાશ થયા વિના ઉદ્યમ કરવો જોઈએ.
View full question & answer
Question 154 Marks
મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે;
બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે.
Answer
આ પંક્તિઓમાં કવિએ સંતોના સ્વભાવનો પરિચય કરાવ્યો છે. સંતો ધૂપસળી જેવા હોય છે. ધૂપસળી જાતે બળે છે પણ બીજાને સુવાસ આપે છે. સંતો પણ જીવનના અંત સુધી પોતે દુઃખ સહન કરીને બીજાને સુખી કરે છે.
સંતોએ સેવાધર્મ સ્વીકારેલો હોય છે. તેઓ આજીવન નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે છે. રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, મધર ટેરેસા વગેરેએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ નિઃસ્વાર્થભાવે લોકોની સેવા કરી છે.
આપણે પણ કેવળ સ્વાર્થી ન બનતાં બીજા માટે જીવતા શીખીએ.
View full question & answer
Question 164 Marks
સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
Answer
આ વાક્યમાં વીરતાનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. સિંહને કદી પણ શસ્ત્રની જરૂર પડતી નથી. તે જ રીતે વીરને મૃત્યુનો ડર હોતો નથી.
સિંહ પોતાની શક્તિને લીધે જ વનનો રાજા ગણાય છે. તે છે બીજાની શક્તિ પર ક્યારેય આધાર રાખતો નથી. વળી તેને શસ્ત્રોની જરૂર પડતી નથી. તે પોતાની શક્તિ વડે ગમે તેવા હિંસક પ્રાણીને હું પરાસ્ત કરી શકે છે. એ જ રીતે વીરપુરુષ મૃત્યુનો ડર રાખ્યા વિના યુદ્ધમાં ઝંપલાવે છે અને બહાદુરીપૂર્વક લડે છે. તે મરવાનું પસંદ કરે છે પણ રણ છોડીને ભાગી જતો નથી.
આપણે આપણી શક્તિ પર જ આધાર રાખવો જોઈએ. આપણે આપણી તાકાત વધારવી જોઈએ. આપણે મૃત્યુનો ડર રાખ્યા વિના વીરતાપૂર્વક અને ખુમારીથી જીવવું જોઈએ.
View full question & answer
Question 174 Marks
પૈસાને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ; રાવણ કેરી સિદ્ધિ પણ, પળમાં પામી નાશ.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પૈસા અને પદવીન મદમાં રાચતા લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે પૈસા અને પદવી વિશ્વાસપાત્ર નથી. તે આજે આપણી પાસે હોય પણ કાલે કદાચ ન પણ હોય. કવિએ આ વાતના સમર્થનમાં રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું છે. રાવણ લંકાનો રાજા હતો. કહિવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી. આમ છતાં, અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહિ. તેની કીર્તિ પણ ધૂળમાં રોળાઈ ગઈ. સંજોગો બદલાય ત્યારે કરોડપતિ માણસને પણ રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી. ઉચ્ચ સ્થાન ભોગવની વ્યક્તિને પણ સંજોગો બદલાતાં પદ છોડવાની નોબત આવે છે. આ બંને સુખને વિવેહથી ભોગવવાં જોઈએ.
View full question & answer
Question 184 Marks
નગુણે વાસ ન રાખીએ, સગુણાની પટ જાય; ચંદન પડિયું ચોકમાં, ઇંધણ મૂલ વેચાય.
Answer
આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેને ગુણની કિંમત ન હોય આર્થાત જેને ગુણ પારખતાં આવડતું ન હોય તેનો સંગ કરવો ન જોઈએ. તેનાથી આપણી કિંમત ઘટી જાય છે. કવિ કહે છે કે ચોકમાં પડી રહેલું ચંદનનું લાકડું પણ ઇંઘણના લાકડાં જેટલી જ કદર પામે છે, કારણ કે તે સામાન્ય લાકડાં સાથે પડેલું હોય ત્યારે લોકો તેને ઇંઘણને લાયક લાકડું સમજી લે છે. એ જ પ્રમાણે અજ્ઞાની લોકોના હાથમાં હીરામાંથી હીરામોતી આવી પડે તો તેઓ એની કિંમત કાંકરો જેટલી જ આંકે છે. જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતાં આવડતું ન હોય, એવી વ્યક્તિથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ. આવા માણસોનો સંગ કરવાથી યોગ્ય માણસનું પણ અવમૂલ્યન થાય છે. માણસે કદરહીન વ્યક્તિઓથી સો ગજ છેટે રહેવું જોઈએ અને પોતાના સન્માનનું જતન કરવું જોઈએ.
View full question & answer
Question 194 Marks
જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના; પ્રેરે કાર્યો નહિ, ન બલ દે, સોણલાં સોણલાં નાં.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં લાવે કહે છે જે વ્યક્તિ ભાવિનાં મધુર સ્વપ્નો જોતો નથી તેની જિંદગી નકામી છે. વળી, જે સ્વપ્નો વ્યક્તિને કોઈ નોંધપાત્ર કાર્ય કરવાનું બળ અને પ્રેરણા ન આપે તે સ્વપ્નો સ્વપ્નો જ ન કહેવાય. ધ્યેયપૂર્ણ મધુર સ્વપ્નો સેવવામાં આપણને અનેરો આનંદ આવે છે. કવિઓ, લેખકો, વિજ્ઞાનીઓ, યુવાનો વગેરે ભાવિનાંમધુર સ્વપ્નો સેવીને જ પોતાના જીવનમાં ઉલ્લાસ રેડે છે. કેવળ સ્વપ્નદ્રષ્ટા બની રહેવાથી આપણું જીવન સફળ થતું નથી. પરંતુ એ સ્સ્વ્પનો મનુષ્યને પ્રચંડ પુરુષાર્થ કરવાની પ્રેરણા પણ આપતાં હોવાં જોઈએ અને એ સ્વપ્નો સાકાર કરવા માટે મનુષ્યે સખત પરિશ્રમ પણ કરવો જોઈએ. આપણે મધુર જીવન માટે સ્વપ્નો સેવીએ અને તેને સાકાર કરવા માટે સખત પરિશ્રમ પણ કરીએ એવું કવિ ઈચ્છે છે.
View full question & answer
Question 204 Marks
ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને , પ્રીત મીરાંની નથી, નરસિંહનું કીર્તન નથી.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ મીરાંની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમલક્ષણાભક્તિનો મહિમા ગાયો છે તથા પોતાની પાસે એવી ભક્તિ નથી એનો સ્વીકાર કર્યો છે. કવિ કહે છે કેર આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ; પરંતુ તેને માટે આપણી પાસે મીરાંના જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહના જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ. મીરાં શ્રીકૃષ્ણના પ્રેમમાં દીવાની હતી. તેની પ્રેમભક્તિથી વશ થઈને ગિરિધર ગોપાલે મીરાંને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમલક્ષણાભક્તિ હતી. તેમણે કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી. તેથી તેમનાં અનેક કામોમાં કૃષ્ણે તેમને મદદ કરી હતી. ભગવાન ભક્તવત્સલ છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજરાહજૂર રહે છે. આમ, પ્રભુને પામવા માટે પ્રેમભક્તિનો માર્ગ કવિને શ્રેષ્ઠ જણાયો છે.
View full question & answer
Question 214 Marks
ત્રણ વાનાં મુજને મળ્યા: હૈયું મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માગવું.
Answer
પ્રસ્તુત પંક્તિઓ મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય ત્રણ અંગ-હદય, મસ્તક અનેર હાથ આપ્યાં છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. આથી વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માગવાની જરૂર રહેતી નથી. ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું, મસ્તક (મગજ-બુદ્ધિ) આપ્યું અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય, મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથ સ્વર પરિશ્રમ કરવાની વૃત્તિ હોત તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દ્રઢ નિષ્ઠાથી પાર પાડી શકે છે. ભગવાને આ ત્રણ અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે આપી દીધું છે. આ પંક્તિમાં એનો પરમ સંતોષ પ્રગટ કર્યો છે. આથી ખુમારીપૂર્વક કહે છે, જા, ચોથું નથી માગવું.
View full question & answer
Question 224 Marks
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
Answer
આ પંક્તિઓમાં કવિએ આપણને દ્રઢ મનોબળનું મહત્વ સમજાવ્યું છે. કવિ કહે છે કે, જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચુ હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. પરંતુ જેનું મન દ્રઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી; તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી. ‘મન હોય તો માળવે જવાય’, ‘રોતો જાય એ મૂઆના સમાચાર લાવે’ જેવી કહેવતો પણ પ્રસ્તૃત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે. જે થવાનું હોય તે થાય, એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઈચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે –‘અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.’
આપણે પણ દ્રઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય ચલિત ન થઈએ.
View full question & answer
Question 234 Marks
ઊંચીનીચી ફર્યા કરે, જીવાનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
Answer
આ પંક્તિઓમાં કવિ આપણને પરીવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે. જીવનની ઘટમાળ ઊંચીનીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ, આપણું જીવન પણ સુખદુઃખથી ભરેલું છે. મીરાંબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યાં પણ રહેવું પડે. રાતદિવસ, તડકોછાંયડો, અમાસપૂનમની જેમ સુખદુઃખ એ માનવજીવનનો નિશ્ચિત ક્રમ છે. સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતાં નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ એ જ આ પંક્તિઓનો સાર છે.
View full question & answer
Question 244 Marks
કડવા હોય લીમડા, પણ શીતળ તેની છાંય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.
Answer
પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે. ઉનાળામાં વટેમાર્ગુઓ લીમડાની છાયામાં અદભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈભાંડુ આપણી સાથે અબોલા રાખે તોપણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે. બીજા લોકો આપનો તમાશો જોઇને રાજી થાય છે, જ્યારે ભાઈ આપણું સુખ જોઇને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે. બીજું, આપણાં માબાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવું જોઈએ; કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમનાં કડવાં વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે. કહેવત પણ છે કે,કડવી ડવા માં જ પાય.
કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા
કડવાં વચન ન હોય કડવાં હો જી.
View full question & answer
Question 254 Marks
આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ; તે ઘર કદી ન જોઈએ, કંચન વરસે મેહ.
Answer
આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહિ, આદર આપે નહિ અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘર સોનાનો વરસાદ વરસતો હોય તોપણ ન જવું જોઈએ. દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો શ્રીકૃષ્ણે દુર્યોધાનના મહેલના મેવામીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહિ. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ.
View full question & answer
વિચાર-વિસ્તાર - Gujarati STD 9 Questions - Vidyadip