વિદ્યુત ડાઈપોલ પાસે તેના વિદ્યુતભારનું મૂલ્ય $q$ અને તેની દ્વિ ધ્રુવી ચાકમાત્રા $p$ એ છે. તેને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે છે. જો તેની દ્વિધ્રુવીય ચાકમાત્રા વિદ્યુતક્ષેત્રની દિશામાં હોય તો તેના પર લાગતું બળ અને તેની સ્થિતિ ઊર્જા અનુક્રમે ....... હશે.
વિધાન-$1$ : બિંદુ $P$ થી બિંદુ $Q$ સુધી ગતિમાન વિદ્યુતભારીત કણ માટે કણ પરનું સ્થિત વિદ્યુત શાસ્ત્રને લીધે થતું ચોખ્ખું કાર્ય એ બિંદુ $P$ થી બિંદુ $Q$ ને જોડતાં માર્ગ થી સ્વતંત્ર છે.
વિધાન-$2$ : બંધ લૂપમાં પદાર્થ પરના સંરક્ષી બળને લીધે થતું ચોખ્ખું કાર્ય શૂન્ય હોય છે.
સમાંતર પ્લેટ કેપેસિટરની કેપેસિટી $5\ \mu F$ છે. જ્યારે કાચની પ્લેટને કેપેસિટરની પ્લેટ વચ્ચે મૂકવામાં આવે, ત્યારે તેનો સ્થિતિમાન મૂળ કિંમત કરતાં $1/8$ ભાગ જેટલો બને છે, તો ડાઈ ઈલેકટ્રીક અચળાંકની કિંમત કેટલી થાય ?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે. અને પ્લેટો વચ્ચેનું અંતર $100\, mm$ છે. તેમાં બે ડાઈ ઈલેકટ્રીક સ્તરો છે. એક $10$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને $6\, mm$ જાડાઈ ધરાવતું અને બીજુ $5$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક અને $4\, mm$ જાડાઈ ધરાવતું છે. તો કેપેસિટરની કેપેસિટન્સ શોધો.
સમાંતર પ્લેટ કેપેસિટરમાં અનુક્રમે $K_1$ અને $ K_2$ ડાઈ ઈલેકટ્રીક અચળાંક સાથે $t_1$ અને $t_2$ જાડાના સ્તરો મૂકવામાં આવે છે તો આ સંગ્રાહકની કેપેસિટી કેટલી ?
સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેનું અંતર છે. અને પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જો તેને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે તો પ્લેટ વચ્ચેના અંતરને $2\ d$ જેટલું વધારતા થતા કાર્યની ગણતરી કરો.
સમાંતર પ્લેટો કેપિસિટરની બે ધાતુની પ્લેટો છે. એક પ્લેટને $+q$ વિદ્યુતભાર આપેલો છે. જ્યારે બીજાને જમીન સાથે જોડેલ છે. સંલગ્ન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $P, P_1$ અને $P_2$ બિંદુઓ લીધેલા છે. તો કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી ?
સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એક વિદ્યુત ડાયયોલને મૂક્વામાં આવે ત્યારે તેની સ્થિત ઉર્જા લઘુત્તમ છે, તો આ સમયે વિદ્યુતક્ષેત્ર $E$ સાથે. ડાયપોલ મોમેન્ટ કેટલો ખૂણો બનાવશે.
$10\,\mu F$ ના $100$ કેપેસિટરને સમાંતરમાં જોડીને $100\, kV$ બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે.જો વિદ્યુતઊર્જાનો ભાવ $100 \;paisa/kWh$ છે,તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા અને વિદ્યુતભારિત કરવા માટે કેટલો ખર્ચ લાગે?
$1\ g$ અને $10^{-8} \,C$ વિદ્યુતભાર વાળો એક બોલ બિંદુ $A \,(V_A = 600 \,V)$ થી જેનું સ્થિતિમાન શૂન્ય હોય તેવા બિંદુ $B$ તરફ ગતિ કરે છે. $B$ બિંદુ આગળ બોલનો વેગ $20\, cm\, s^{-1}$ છે. બિંદુ $A$ આગળ બોલનો વેગ.......$cm/s$ માં શોધો.
$4 \,\mu F$ ના કેપેસિટરને $50\,V$ સુધી ચાર્જ કરીને $100\,V$ ધરાવતા $2\,\mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે.તો જોડાણ પહેલાની ઊર્જા અને જોડાણ પછીની ઊર્જા ના મૂલ્યો $(10^{-2}\,J) $ ના ગુણાકારમાં કેટલા થાય?
$C_1=1\,\mu F$કેપેસિટર મહત્તમ $V_1=6\,kV$ નો વોલ્ટ અને $C_2=3\,\mu F$ કેપેસિટર મહત્તમ $V_2=4\,kV$ નો વોલ્ટ સહન કરી શકે છે.હવે,આ બંને કેપેસિટરને શ્રેણીમાં જોડીને કેટલો મહત્તમ વોલ્ટેજ ......$kV$ આપી શકાય?
$C - R$ પરિપથ પરના પ્રયોગમાં બે સમાન કેપેસિટરનું સંયોજન, અવરોધ અને વોલ્ટેજના $6V$ વોલ્ટેજ ઉદગમનો ઉપયોગ કરવામાં આવે છે. કેપેસિટરોના સમાંતર જોડાણ માટે, જોડાણના પૂર્ણ વિદ્યુતભારીત વોલ્ટેજના પ્રારંભિક મૂલ્ય કરતાં અડધું બનવા માટે નો સમય $10$ સેકન્ડ છે, શ્રેણી જોડાણ માટે, પૂર્ણ વિદ્યુતભારીત વોલ્ટેજનું અડધુ બનવા માટેનો જરૂરી સમય ......સેકન્ડ
$C$ કેપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડી $V$ સ્થિતિમાને વિદ્યુતભારિત કરવામાં આવે છે. બીજા $2C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને બીજી બેટરી સાથે જોડી $2V$ સ્થિતિમાને વિદ્યુતભારીત કરવામાં આવે છે. આ બેટરીઓને દૂર કર્યા બાદ અને કેપેસિટરોને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે જોડેલી હોય, તો તંત્રની અંતિમ ઉર્જા ગણો.
$q,-2 q$ અને $q$ જેટલો ચાર્જ ધરાવતા ત્રણ કણો એેક રેખા પર $(-a, 0),(0,0)$ અને $(a, 0)$ પર રાખેલા છે, તો $P(r, 0)$ કે આ $r \gg > $ હોય તેવા બિંદુએ મળતાં સ્થિતિમાનનું સુત્ર શું ગણાય?
$R$ ત્રિજયાની બે રીંગને $R$ અંતરે સમઅક્ષિય મૂકેલ છે,તેનાં પર વિદ્યુતભાર $Q_1$ અને $Q_2$ છે.તો $q$ વિદ્યુતભારને એક રીંગના કેન્દ્રથી બીજી રીંગના કેન્દ્ર સુધી લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડે?
આકૃતિમાં દર્શાવેલ દરેક કેપેસિટર પાસે $5.0\ \mu F$ કેપેસિટન્સ છે. બેટરીનું $emf \,50\ V$ છે. જો $S$ સ્વિચને બંધ કરવામાં આવે તો $AB$ માંથી કેટલો વિદ્યુતભાર વહન પામશે ?
એક નળાકારીય કેપેસિટર પાસે $1.4\,cm$ અને $1.5 \,cm$ ત્રિજ્યાના અને $15\,cm$ લંબાઈ ધરાવતા બે નળાકારો છે. બાહ્ય નળાકારને જમીન સાથે જોડેલ છે. અને અંદરના નળાકારને $3.5\ \mu C$ નો વિદ્યુતભાર આપેલ છે. તંત્રનો કેપેસિટન્સ અને અંદરના નળાકારનો સ્થિતિમાન અનુક્રમે. . . . . .
બે સમકેન્દ્રિય ગોળીય કવચથી કેપેસિટર બનાવવામાં આવે છે, ${R_1}$ ત્રિજયાવાળી ગોળીય કવચનો વોલ્ટેજ ${V_1}$ અને ${R_2}$ ત્રિજયાવાળી ગોળીય કવચનો વોલ્ટેજ ${V_2}$ છે,તો કેન્દ્રથી $x$ અંતરે આવેલા બિંદુએ વોલ્ટેજ કેટલો થાય? (${R_2} > x > {R_1}$)
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $0.05\, m$ છે. પ્લેટોની વચ્ચે $3 \times 10^4\,V/m$ મુલ્યનું વિ. ક્ષેત્ર સ્થાપિત કરવામાં આવે છે. તેને બેટરીથી દૂર કરી અને એક $0.01 \,m$ જાડાઈની ધાતુની અવિદ્યુતભારિત પ્લેટને (કેપેસિટર) દાખલ કરવામાં આવે છે. તો જો ધાતુની પ્લેટને બદલે $K = 2$ ડાઈ-ઈલેકટ્રીક અચળાંકની પ્લેટને મુકવામાં આવે તો સ્થિતિમાન તફાવત કેટલા.....$kV$ હશે ?
સમાન ધન વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાના ઉગમબિંદુ આગળ $R$ ત્રિજ્યાઓનું જેનું કેન્દ્ર ઉગમબિંદુ આગળ રહે તેવું ગોળીય કવચ લો. કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર $|\vec E\,(r)|$ અને વિદ્યુત સ્થિતિમાન $V_{(r)}$ નું ચલીત મૂલ્ય નીચે આપેલા કયા આલેખ પરથી સૌથી સરસ રજૂ કરી શકાય છે.
હવામાં સમકેન્દ્રીય રીતે $a$ અને $b (b > a)$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાકાર કેપેસિટર $A$ અને $B$ ને મૂકેલો છે. $B$ ને $+ Q$ ધન વિદ્યુતભાર આપેલ છે. અને $ A$ જમીન સાથે જોડેલ છે. તો તેઓનો સમતુલ્ય કેપેસિટન્સ ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે $K_1$ અને $K_2 (K_2 > K_1)$ ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા બે પાતળા ડાઇઇલેકિટ્રકોને મૂકવામાં આવેલ છે. કેપેસિટરની બે પ્લેટો વચ્ચેના વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $E$ પ્લેટ $P$ થી અંતર $d$ સાથેનો ફેરફાર કયો ગ્રાફ યોગ્ય રીતે રજૂ કરે છે
કોઈ વિસ્તારનું વિધુતસ્થિતિમાન $V (x,y,z) =6x-8xy-8y+6yz$ મુજબ આપવામાં આવે છે, જ્યાં $V$ એ વોલ્ટમાં અને $x,y,z $ બદલાય છે. $(1,1,1) $ બિંદુ પર રહેલો $2 C$ વિધુતભાર પર લાગતું વિધુતબળ કેટલું હશે?
$1\, cm$ અને $3 \,cm$ ત્રિજયાવાળા ગોળા પર અનુક્રમે $-1\times {10^{ - 2}}\;C$ અને $5\times {10^{ - 2}}\;C$ વિદ્યુતભાર રહેલો છે. જો તેમને વાહકતારથી જોડવામાં આવે, તો મોટા ગોળા પરનો અંતિમ વિદ્યુતભાર કેટલો હશે?
ચોરસનાં શિરોબિંદુઓ પર $-Q,-q,2q$ અને $2Q$ વિદ્યુતભારો મૂકેલા છે. કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન શૂન્ય કરવા માટે $q$ અને $Q$ વિદ્યુતભારો વચ્ચેનો સંબંઘ શું હશે?
$\vec P$ ડાયપોલ મોમેન્ટ ધરાવતા ડાઇપોલને નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec E$ માં મૂકેલ છે. ડાયપોલ એવી સ્થિતિ પ્રાપ્ત કરે છે કે જેથી તે વિદ્યુતક્ષેત્ર સાથે $\theta $ ખૂણો બનાવે છે. $\theta = 90^o$ ખૂણે ડાયપોલની સ્થિતિઉર્જા શૂન્ય ધારવામાં આવે તો ડાઇપોલ પર લાગતું ટોર્ક અને સ્થિતિઉર્જા અનુક્રમે કેટલી થશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ $ ABC $ નાં શિરોબિંદુઓ પર $ +q$ વિદ્યુતભાર મૂકેલા છે.ત્રિકોણની બાજુઓ $BC$ અને $AC$ ની લંબાઇ $ 2a$ છે. બિંદુ $D$ અને બિંદુ $E$ એ અનુક્રમે $BC$ અને $AC$ નાં મઘ્યબિંદુઓ છે.વિદ્યુતભાર $Q $ ને $D$ થી $E$ સુધી લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2L$ લંબાઇના ચોરસનાં શિરોબિંદુઓ પર $ +q,+q,-q $ અને $-q$ વિદ્યુતભારો મૂકેલા છે, $+q $ અને $-q$ વિદ્યુતભારોના મઘ્યબિંદુ $ A$ આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
$+Q$ અને $-Q$ વિદ્યુતભાર ધરાવતી બે સમાંતર ધાતુની પ્લેટોને એકબીજાની સામે અમુક અંતરે મૂકવામાં આવે છે. જો પ્લેટો કેરોસીનની ટાંકીમાં ડુબાડવામાં આવે, તો તેમની વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ....
$4\;V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_1$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_1$ કેપેસીટરને શ્રેણીમાં જોડેલા છે. જ્યારે બીજા $V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_2$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_2$ કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમાં સંગ્રહ થતી કુલ ઉર્જા પહેલા જોડાણમા સંગ્રહ થતી ઉર્જા જેટલી છે. તો $C_2$ નું મૂલ્ય $C_1$ ના પદમાં કેટલું થાય?
એક ધાતુમાં ઈલેક્ટ્રોનનો સરેરાશ મુક્ત પથ $4 \times 10^{-8} \;m$ છે. ધાતુમાં ઈલેક્ટ્રોનને સરેરાશ $2\;eV$ ની ઊર્જા આપી શકે તેવા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $V/m$ માં કેટલું હશે?
સમકેન્દ્રીય ત્રણ ગોળાકાર કવચની ત્રિજયાઓ $a,b$ અને $c\,\,(a < b < c)$ છે. આ ગોળા પરની વિદ્યુતભાર પૃષ્ઠઘનતા અનુક્રમે $\sigma ,-\;\sigma $ અને$\;\sigma \;$છે.જો $V_A,V_B$ અને $V_C$ એ કવચ પરનું વિદ્યુતસ્થિતિમાન દર્શાવતા હોય,તો $c=a+b$ માટે ____
બે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અંતર $ 2L$ છે.આ બિંદુઓ પર અનુક્રમે $+q$ અને $ -q$ વિદ્યુતભાર મૂકેલા છે.બિંદુ $C $ એ બિંદુ $ A $ અને બિંદુ $B$ ના મઘ્યબિંદુએ છે. $+Q $ વિદ્યુતભારને અર્ધ-વર્તુળાકાર માર્ગ $ CRD$ એ ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય __________
સમાંતર પ્લેટ કેપેસિટરને $V$ વિદ્યુતસ્થિતિમાન વડે વિદ્યુતભારીત કરવામાં આવે છે. બેટરીમાંથી તેને દૂર કર્યા પછી, કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર ડાઇલેક્ટ્રિક હેન્ડલ દ્વારા વધારવામાં આવે છે. જેના લીધે પ્લેટો વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન ...
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $+q$ વિદ્યુતભારને ઉગમબિંદુ $O$ પર મૂકેલો છે. બિંદુ $A \,(0,a) $ આગળથી $-Q$ વિદ્યુતભારને બિંદુ $B\,(a,0)$ પર સુરેખ માર્ગ $AB$ એ લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ be $q_1$ અને $q_2$ વિદ્યુતભાર $30\;cm$ અંતરે છે. ત્રીજો વિદ્યુતભાર $q_3$ ને $C$ થી $D$ સુધી $40 \;cm$ ત્રિજ્યાના વર્તુળની ચાપ પર લઇ જવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જામા $\frac{{{q_3}}}{{4\pi {\varepsilon _0}}}k$ ફેરફાર થાય તો, $k=$
ચાર કેપેસીટર $C_1=C , C_2=2C , C_3=3 C$ અને $C_4=4C$ ને આકૃતિ દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડેલાં છે. $C_2$ અને $C_4$ ના વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો થાય?
એક વિદ્યુત ડાયપોલના વિધુતભારનું મૂલ્ય $q$ અને ડાયપોલ મોમેન્ટ $\vec P$ છે. તેને નિયમિત વિદ્યુતક્ષેત્ર $\vec E$ માં મુકવામાં આવે છે. જો ડાયપોલ મોમેન્ટ વિદ્યુતક્ષેત્રને સમાંતર હોય, તો તેના પર લાગતું બળ અને સ્થિતિઊર્જા અનુક્રમે ....
કેપેસિટરને બેટરી સાથે જોડતા તે $U$ જેટલી ઊર્જાનો સંગ્રહ કરે છે. હવે, બેટરી દૂર કરીને સમાન ક્ષમતા ધરાવતા કેપેસિટર સાથે પહેલા કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે છે. દરેક કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા કેટલી હશે?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે તેલ ભરવામાં આવે છે (તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક $K = 2$ છે) તેનું કેપેસીટન્સ $C$ છે. જો તેલ દૂર કરવામાં આવે છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ કેટલું થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*