સમતલીય બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20\,\, cm$ છે તેની સમતલ સપાટી પર સિલ્વર લગાડતાં તે અભિસારી અરીસા તરીકે વર્તેં છે. તો તેની કેન્દ્રલંબાઈ ......$cm$ થશે?
સામાન્ય નજીક બિંદુ $25\, cm$ સાથે એક વ્યક્તિ દ્વારા $5 \,cm$ કેન્દ્રલંબાઈના પાતળા બહિર્ગોળ લેન્સનો સાદા માઈક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો માઈક્રોસ્કોપનો મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
સ્થાનાંતર પદ્ધતિમાં, બહિર્ગોળ લેન્સ તેના બે અલગ સ્થાન માટે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. જો બંને કિસ્સામાં પ્રતિબિબની ઊંચાઈ $24 \,cm$ અને $6\, cm$ હોય, તો વસ્તુની ઊંચાઈ ........ $cm$ છે ?
સ્થાનાંતર રીતમાં $f$ કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $60\, cm$ છે. કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય ........ $cm$ છે ?
હવામાં લાલ રંગની તરંગલંબાઈ $760\, nm$ છે. જ્યારે પ્રકાશ $\left(n=\frac{4}{3}\right)$ વક્રીભવનાંકના પાણીમાંથી પસાર થાય છે, ત્યારે તરંગલંબાઈ $570\, nm$ બને છે. (હવામાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $570 \,nm$ છે.) તો પાણીમાં લાલ પ્રકાશનો રંગ કેવો છે?
$10\, cm $ ત્રિજ્યાના ગોળાકાર પાત્રને $(4/3)$ વક્રીભવનાંક વાળા પાણીથી ભરેલું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેન્દ્રથી $4 \,cm$ ના અંતરે એક માછલી છે. જો છેડા $ F$ થી જોવામાં આવે તો માછલી ......$cm$ દેખાતી હશે? (માછલી જોડાઈ અવગણતાં)
$15\, cm $ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા અને $10\, cm$ લંબાઈના અંત:ર્ગોળ અરીસાને એકબીજાથી સામ સામે $40\, cm$ અંતરે મૂકેલા છે. એક બિંદુવત્ વસ્તુને અરીસાઓની વચ્ચે તેઓની સામાન્ય અક્ષ પર અને અંત:ર્ગોળ અરીસાથી $15\, cm$ ના અંતરે મૂકવામાં આવે છે. પરાવર્તન દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિબિંબનું સ્થાન બહિર્ગોળ અરીસા પાસે .....$cm$ અંતરે હશે.
$1.5$ વક્રીભવનાંક વાળા $20\, cm$ જાડા કાચના સ્લેબને સમતલ અરીસાની સામે રાખેલ છે. એક વસ્તુને અરીસાથી $40\, cm$ અંતરે હવામાં રાખવામાં આવે છે. તો અરીસાની સાપેક્ષે પ્રતિબિંબનું સ્થાન ..... અંતરે હશે.
$2000 \,\,m$ ઉંચાઈએ ઉડી રહેલા વિમાન દ્વારા જમીન પરનો ફોટોગ્રાફ $ 50\,\, cm$ કેન્દ્રલંબાઈના લેન્સ ધરાવતા કેમેરા વડે લેવામાં આવે છે. કેમેરામાં ફીલ્મનું કદ $18\,\, cm × 18\,\, cm$ છે. કોઈ એક સમયે આ કેમેરા વડે ફોટોગ્રાફ પાડી શકાતા સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે?
$30 cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની સામે એક $25cm $ ઉંચી વસ્તુને મૂકેલ છે. જો રચાયેલ પ્રતિબિંબની ઉંચાઈ $50 cm$ હોય તો પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર .....$cm$ હશે.
$60^°$ ના ખૂણે રહેલા બે સમતલ અરીસા પર એક કિરણ $50^°$ ના ખૂણે આપાત કરવામાં આવે છે.તે પરાવર્તન પામીને બીજા અરીસા પર આપાત થાય છે.ત્યાંથી પરાવર્તન પામીને પ્રથમ અરીસા પર ......$^o$ ના ખૂણે આપાત થશે?
$f / 3$ લંબાઈનો પાતળો સળિયો $f $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂક્યો છે કે જેથી તેનું પ્રતિબિંબ વાસ્તવિક અને જે સળિયામાં માત્ર સ્પર્શતું છે, તો મોટવણીનું મૂલ્ય..... હશે.
$f$ કેન્દ્રલંબાઇ ઘરાવતા અંર્તગોળ અરીસાની અક્ષ પર $f/3$ લંબાઇની વસ્તુ મૂકવામાં આવે છે. તેના અરીસાથી દૂરના છેડાનું પ્રતિબિંબ તે જ જગ્યાએ મળે છે,તો પ્રતિબિંબની લંબાઇ કેટલી થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
એક કાચના લંબ ચોરસ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર રહેલા છાપેલા કાગળ પર મૂકેલો છે. તો કાચનો ન્યૂનત્તમ વક્રીભવનાંક શોધો કે જેના માટે બ્લોકની કોઈ પણ શિરોલંબ બાજુ પરથી કાગળ પરના અક્ષરો દેખાય નહીં
એક ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈનો અનુક્રમે $60\,\, cm$ અને $5 \,\,cm$ છે. જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુના ઓછામાં ઓછા અંતરે $(25\,\, cm)$ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર અને ટેલિસ્કોપની લંબાઈ અનુક્રમે.......હશે.
એક તારને $L$ આકારમાં વાળીને $10cm$ વક્રતાત્રિજયા ધરાવતા અંર્તગોળ અરીસાની સામે મૂકેલ છે. શિરોલંબ અને સમક્ષિતિજ ભાગ તારનો સમાન છે.તારનો વળાંક અરીસાના ધ્રુવથી $20cm$ અંતરે હોય,શિરોલંબ અને સમક્ષિતિજ ભાગના પ્રતિબિંબની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. ક્રાઉન કાચ પ્રિઝમના કોણ અને લાલ અને જાંબલી ના કોણીય નિયોજન ..... હશે. અવિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu 1.52$, ક્રાઉન કાચ માટે $\mu$ $1.65$, ક્રાઉન કાચ માટે $\omega 0.20,$ ફિલન્ટ કાચ માટે $ 0.03$).
એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. લાલ અને જાંબલી રંગ માટે ચોખ્ખું કોણીય નિયોજન ..... હશે. અહીં વિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu = 1.52$, ક્રાઉન કાચ માટે $\mu =1.65,$ ક્રાઉન કાચ માટે $\omega =0.20$, ફિલન્ટ કાચ માટે $\omega =0.03$).
એક બહિર્ગોળ લેન્સ બિંદુંગત વસ્તુનું તેનાથી $50 \,cm$ અંતરે પ્રતિબિંબ રચે છે. એક બહિર્ગોળ લેન્સને પ્રતિબિંબની બાજુએ બહિર્ગોળ લેન્સ ની પાછળ $10\, cm$ અંતરે મૂકવામાં આવ્યો છે. સમત અરીસાને પ્રતિબિંબની બાજુએ, અંતર્ગોળ લેન્સની સામે મૂક્તા, અંતિમ પ્રતિબિંબ વસ્તુની સાથે સહઅસ્તિત્વ ધરાવે છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ .............. $cm$ છે ?
એક બિંદુવત પ્રકાશનો સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંકવાળા પાણીની સપાટીથી $4 \,\,cm$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતાં સમગ્ર પ્રકાશને રોકવા માટે કેટલા લઘુત્તમ વ્યાસની તકતી ઉદ્દગમ પર મૂકવી જોઈએ........$m$
એક વસ્તુને $50 \,cm$ ના અંતરે અંત:ર્ગોળ અરીસાની સામે મૂકેલો છે. એક સમતલ અરીસાને બહિર્ગોળ અરીસાના અડધો ભાગ શક્ય તે રીતે દાખલ કરાય છે. જો વસ્તુ અને સમતલ અરીસા વચ્ચેનું અંતર $30 \,cm$ હોય તો તે જણાય છે કે બે અરીસા વડે રચાતા પ્રતિબંબો વચ્ચે કોઈ દ્રષ્ટિ સ્થાન ભેદ હોતો નથી. બહિર્ગોળ અરીસા વડે ઉદ્દભવતી મોટવણીનું મૂલ્ય..... હશે.
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંત:ર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. બે અરીસાઓ વચ્ચે વસ્તુને .....$cm$ મૂકી શકાય કે જેથી બંન્ને અરીસામાં પ્રથમ પ્રતિબિંબ ભેગા મળે ?
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. વસ્તુ એવા સ્થાને મુકેલ છે કે જેથી બંને દ્વારા મળતા પ્રતિબિંબ સંપટ થાય. અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી શોધો.
એક સમતલ-બહિર્ગોળ લેન્સના મુખને વ્યાસ $6 \,cm$ છે અને તેની મહતમ જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના પદાર્થમાં પ્રકાશનો વેગ $2 \times 10^8 \,m / s$ હોય, તો તેની કેન્દ્રલંબાઈ (આશરે) ........ $cm$ છે ?
એક સંયુક્ત માઈક્રોસ્કોપ $15\, cm$ અંતરે અલગ રાખેલ એક $6.25\, cm $ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $ 20 \,cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે. તો અનંત અંતરે અંતિમ પ્રતિબિંબ રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
એક સંયુક્ત માઈક્રોસ્કોપ $ 15\,\, cm$ અંતરે અલગ રાખેલ એક $ 6.25 \,\,cm$ કેન્દ્રલંબાઈના આઈપીસ અને $20\,\, cm$ કેન્દ્રલંબાઈના ઓબ્જેક્ટિવ લેન્સનો બનેલો છે તો જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુના ઓછામાં ઓછું $25 \,\,cm$ અંતરે રચાયેલ હોય ત્યારે મેગ્નિફાઇગ પાવર કેટલો છે?
જ્યારે પદાર્થને અરીસાથી $25\,\, cm$ અંતરે મૂકેલો હોય તેનું મેગ્નિફિકેશન $m_1$ હોય છે. પહેલાની સ્થિતિની સાપેક્ષે પદાર્થ $15 \,\,cm$ દૂર જાય છે અને મેગ્નિફિકેશન $m_2$ છે. જો $m_1 / m_2 = 4$, હોય ત્યારે અરીસાના કેન્દ્રલંબાઈ......$cm$ થશે?
જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
દ્વિ બહિર્ગોળ લેન્સ બે પાતળા સમતલીય બહિર્ગોળ લેન્સથી બનાવેલો છે. પહેલાં લેન્સનો વક્રીભવનાંક $1.5 $અને બીજાનો $1.2$ છે. બંન્ને વક્ર સપાટીની વક્રતાત્રિજ્યા $ R\, 14 \,cm$ છે. આ દ્વિ બહિર્ગોળ લેન્સથી $40\, cm$ દૂર પદાર્થ મૂક્લો છે. તેનું પ્રતિબિંબ કેટલા .....$cm$ મળશે?
પ્રિઝમનો પ્રિઝમકોણ $45^o $ અને આપાતકોણ $60^o $ છે. કિરણ બીજી સપાટી પર $ 90^°$ ના ખૂણે બહાર આવે ,તો પ્રિઝમનો વક્રીભવનાંક $\mu $ અને વિચલનકોણ $\delta $ કેટલો થાય?
સૂર્યના કિરણો અંર્તગોળ અરીસા પર આપાત કરતાં $32cm$ અંતરે કેન્દ્રિત કરે છે. હવે તેને $20cm$ ઊંચાઇ સુધી ભરેલા પાણી $\left( {\mu = \frac{4}{3}} \right)$ માં તળિયે અંર્તગોળ અરીસો રાખતા તે સૂર્યના કિરણોને કેટલા અંતરે કેન્દ્રિત કરશે?
ખગોળ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણની સ્થિતિમાં તેના ઓબ્જેકિટવ લેન્સની અંદર એક સીધી $L $ લંબાઇની કાળી રેખા દોરેલી છે. આઇપીસ વડે આ રેખાનું વાસ્તિવક પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબની લંબાઇ $l$ છે. ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
સમાન બે પાતળા સમતલ બહિર્ગોળ લેન્સો (દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$), દરેકની વક્રતાત્રિજયા $20\; cm $ છે, તેમને એક પાત્રમાં એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાને સ્પર્શે. બાકીના ભાગમાં $1.7$ વક્રીભવનાંકવાળું ઓઇલ ભરવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થાય?
એક પ્રકાશની કિરણાવલી લાલ,લીલા અને વાદળી રંગોથી બનેલી છે.આ કિરણાવલી કોઇ કાટકોણ પ્રિઝમ પર આપાત થાય છે.લાલ,લીલા અને વાદળી રંગો માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે $1.39,1.44$ અને $1.47$ છે. આ પ્રિઝમ .....
એક સમતલ બર્હિગોળ લેન્સ એ એક સમતલ અંતર્ગોળ લેન્સમાં બરોબર બેસે છે. બંનેની સમતલ સપાટી એકબીજાને સમાંતર છે. જો લેન્સ ${\mu _1}$ અને${\mu _2}$ વક્રીભવનાંકવાળા ભિન્ન પદાર્થોના બનેલા હોય તથા તેમની વક્ર સપાટીની વક્રતા ત્રિજયા $R$ હોય, તો આવા સંયુકત લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થાય?
${f_1}$ કેન્દ્રલંબાઇ ધરાવતો અંર્તગોળ અરીસો ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $d$ અંતરે મૂકેલ છે. અંનત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બર્હિગોળ લેન્સ અને અંર્તગોળ અરીસા પર આપાત કરતાં અનંત અંતરે પાછા જાય છે. અંતર $d$ કોને બરાબર થાય?
ટેલિસ્કોપની મોટવણી $9 $ છે. જ્યારે તેને સમાંતર કિરણો માટે ગોઠવવામાં આવે છે ત્યારે ઓબ્જિેકિટવ અને આઇપીસ વચ્ચેનું અંતર $20 \;cm $ છે.લેન્સોની કેન્દ્રલંબાઈ કેટલી હશે?
જ્યારે $ 1.47 $ વક્રીભવનાંકવાળા કાંચના બહિર્ગોળ લેન્સને પ્રવાહીમાં ડુબાડતાં તે સમતલ કાંચની શીટ જેમ વર્તે છે. આનો અર્થ એ છે કે પ્રવાહીનો વક્રીભવનાંક ....
$10\, cm$ લંબાઈનો સળિયો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની અક્ષ પર નજીકનો છેડો $20\;cm $ અંતરે રહે એવી રીતે મૂકવામાં આવે છે. પ્રતિબિંબની લંબાઈ ($cm$ માં) કેટલી હશે?
$\mu_{1}=1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા પ્રિઝમનો પ્રિઝમકોણ $15^o$ છે, તેને $\mu_{2}=1.75$ વક્રીભવનાંક ધરાવતા અન્ય પ્રિઝમ સાથે જોડેલ છે. આ પ્રિઝમના સંયોજનથી કિરણ વિચલન વગર પસાર થાય છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ ($^o$ માં) કેટલો હશે?
પ્રકાશનું એક અભિસારિત કિરણ એ અપસારી લેન્સ પર પડે છે. લેન્સમાંથી પસાર થયા પછી, પ્રકાશના કિરણો લેન્સની બીજી બાજુએ $15 \,cm$ ના અંતરે એકબીજાને છેદે છે. જો લેન્સ દૂર કરવામાં આવે, તો કિરણોના છેદન બિંદુ લેન્સથી $5\,cm$ નજીક તરફ ખસે છે. લેન્સની કેન્દ્રલંબાઇ ($cm$ માં) કેટલી હશે?
બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
$f$ કેન્દ્રલંબાઇ અને $d$ વ્યાસ છિદ્ર (aperture) ધરાવતા લેન્સ વડે $I$ તીવ્રતા ધરાવતું પ્રતિબિંબ બનાવે છે. હવે મધ્ય $\frac{d}{2}$ વ્યાસના ભાગને કાળા કાગળthi ઢાંકી દેવામાં આવે છે. હવે લેન્સની કેન્દ્રલંબાઈ અને પ્રતિબિંબની તીવ્રતા અનુક્રમે કેટલી થશે?
બે અલગ અલગ માઘ્યમ $M_1$ અને $M_2$ માં એક પ્રકાશકિરણના વેગ અનુક્રમે $1.5 \times 10^8 m/s $ અને $2.0 \times 10^8 \;m/s $ છે. $M_1$ માઘ્યમમાંથી $M_2$ માઘ્યમમાં આ કિરણ $i $ આપાતકોણે દાખલ થાય છે. જો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો $i$ નું મૂલ્ય ...
એક છોકરો કાગળ પર બહિર્ગોળ લેન્સ દ્વારા સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને અગ્નિ પ્રગટાવવા માંગે છે. લેન્સની કેન્દ્રલંબાઈ $10 \,cm$ છે. સૂર્યનો વ્યાસ $1.39 \times 10^{9}\,m$ અને પૃથ્વીથી તેનું સરેરાશ અંતર $1.5 \times 10^{11} \,m$ છે. સૂર્યના કાગળ પરના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે?
એક નાનો સિકકો પ્રવાહી ભરેલા પાત્રના તળિયે મૂકેલો છે. આ સિકકામાંથી નીકળતું પ્રકાશકિરણ પ્રવાહીની સપાટી સુધી ગતિ કરે છે અને ત્યારબાદ સપાટીને સમાંતર ગતિ કરે છે. આ પ્રવાહીમાં પ્રકાશનો વેગ કેટલો હશે?
એક માઇક્રોસ્કોપને એક કાગળ ઉપર દોરેલ નિશાની ઉપર વ્યવસ્થિત ફોકસ કરવામાં આવેલ છે અને આ કાગળ ઉપર $ 1.5$ વક્રીભવનાંકવાળા અને $3\; cm$ જાડાઇના કાચના સ્લેબને મૂકવામાં આવે છે. નિશાની ફરીથી સ્પષ્ટ દેખાય એટલા માટે માઇક્રોસ્કોપને કઇ દિશામાં ખસેડવું જોઇએ?
$25 \;cm$ જેટલી સમાન કેન્દ્રલંબાઇવાળા એક અંતર્ગોળ લેન્સ અને બર્હિગોળ લેન્સને એકબીજાનના સંપર્કમાં મૂકીને લેન્સોનું સંયોજન બને છે. આ સંયોજનનો પાવર ડાયોપ્ટરમાં કેટલો થશે?
લાલ અને લીલા કિરણોથી બનેલા પ્રકાશનું કિરણ એ લંબચોરસ કાચની પ્લેટની સપાટી પર આપાત થાય છે. જ્યારે પ્રકાશ કિરણ વિરુદ્ધ સમાંતર સપાટી પર પડે છે, ત્યારે લાલ અને લીલા કિરણો ......
બર્હિગોળ લેન્સને બે ભાગોમાં આકૃતિ મુજબ $(i)\;XOX'$ સાથે $(ii)\;YOY'$ સાથે કાપવામાં આવે છે.જો $f , f ', f ''$ એ અનુક્રમે સંપૂર્ણ લેન્સ, કિસ્સા $(i)$ ના અર્ધ લેન્સની અને કિસ્સા $(ii)$ ના અર્ધ લેન્સની કેન્દ્રલંબાઈ છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે.
હવામાં ગતિ કરતાં પ્રકાશની આવૃત્તિ $n$, તરંગલંબાઇ $\lambda$, વેગ $v$ અને તીવ્રતા $I$ છે. જો કિરણ પાણીમાં દાખલ થાય તો આ પરિમાણો અનુક્રમે $\lambda ',n',v'$ અને $I'$ થાય. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*