Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ગૂંચળામાં, પ્રવાહ $0.2 \mathrm{~s}$ માં $-2 \mathrm{~A}$ થી બદલાઈને $+2 \mathrm{~A}$ થાય છે. અને $0.1 \mathrm{~V}$ જેટલું પ્રેરિત $emf$ મળે છે. ગૂંચળાનું . . . . . હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $L$ આત્મપ્રેરકત્વ ધરાવતું ગુચળું બે પાટા સાથે જોડાયેલ છે. આ બે સમાંતર પાટા પર એક $l$ લંબાઈ અને $m$ દળ ધરાવતું કનેક્ટર મુક્ત રીતે લસરી શકે છે. આ આખા તંત્રને કાગળના સમતલની અંદરની દિશામાં જતાં ચુંબકીયક્ષેત્ર $B$ માં મૂકવામાં આવે છે. $t= 0$ સમયે તેને શરૂઆતનો વેગ $v_0$ આપેલ છે જેના કારણે તે $x-$દિશામાં ગતિ કરવાનું શરૂ કરે છે.તો કનેક્ટરના સ્થાનતરનો સમય વિરુદ્ધનો આલેખ કેવો મળશે?
$20 \,ohm$ અવરોધ અને $5 \,henry$ ઇન્ડકટરને $5\, volt$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $t = 0.25\, sec$ સમયે પ્રવાહમાં સમય સાથે કેટલો ફેરફાર થાય?
$70\,cm ^2$ નું ક્ષેત્રફળ અને $600$ જેટલા આંટા ધરાવતું એક લંબચોરસ ગૂંચળું $0.4\,wb\,m ^{-2}$ ના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. જો ગૂંચળું એક મિનીટમાં $500$ પરિભ્રમણો પૂર્ણ કરે તો જયારે ગૂંચળાનું સમતલ ક્ષેત્ર સાથે $60^{\circ}$ ના નમને (કોણે) હોય તો તાત્ક્ષણીક $emf...........\,V$ થશે.$(\pi=\frac{22}{7})$
$0.05\,{m^2}$ અસરકારક ક્ષેત્રફળ અને $800$ આંટા ધરાવતી એક ગુંચળાને $5 \times {10^{ - 5}}\,T$ ચુંબકીય ક્ષેત્ર ને લંબ રાખવામાં આવે છે. જ્યારે આ ગુંચળાના સમતલને તેની કોઈપણ સમસમતલીય અક્ષને અનુલક્ષીને $0.1\; s$ માં $90^{\circ}$ ઘુમાવવામાં આવે, તો આ ગુંચળામાં પ્રેરિત થતું $emf$ કેટલા $V$ હશે?