Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ ત્રિજ્યાના અને અનંત લંબાઈના વિદ્યુતભાર વિતરણ વાળા નળાકારને લીધે વિદ્યુતક્ષેત્ર શોધો અને તેની પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. જે તેના અક્ષથી અડધી ત્રિજ્યા આગળ મળે છે.
ચાર બિંદુવત વિદ્યુતભારો $-q, +q, +q$ અને $-q$ $y$ અક્ષ પર $y = -2d$, $y = -d, y = +d$ અને $y = +2d$ પર છે.$x$ અક્ષ પર $x = D\,\,(D > > d)$ પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે?
બે સમાન મૂલ્યના $q$ વિદ્યુતભારો $x$ અક્ષ પર $2a$ અંતરે આવેલા છે. $m$ દળના બીજો $q$ વિદ્યુતભારને બે વિદ્યુતભારની વચ્ચેના માર્ગ (પથ) પર મૂકેલ છે. જો આ વિદ્યુતભાર સમતુલન સ્થિતિથી $x$ અંતરે સ્થાન બદલે તો કણ .........
$20\, \mu {C}$ અને $-5\, \mu {C}$ બે વિદ્યુતભાર ધરાવતા બે કણો ${A}$ અને ${B}$ વચ્ચેનું અંતર $5\, {cm}$ છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?
ઊગમબિંદુ આગળ $0.009\ \mu C$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. બિંદુ $(\sqrt 2 ,\,\,\sqrt 7 ,\,\,0)$ આગળ આ બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરો.
ચાર સમાન વિદ્યુતભારોને ચોરસના ચારેય ખૂણા પર મૂકેલા છે. કોઈ પણ એક વિદ્યુતભારને લીધે ચોરસના કેન્દ્ર આગળ વિદ્યુતભારની તીવ્રતા $E$ હોય તો ચોરસના કેન્દ્ર આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.