Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રવાહીઓ $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પસ્થિતિમાં $A$ ના મોલ-અંશ $x_1$ અને દ્રાવણમાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય, તો કુલ બાષ્પદબાણ ............. થશે.
$298\, K$ પર શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બે પ્રવાહીઓને મિશ્ર કરતા તઓના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ બરાબર છે. મિશ્રણમાં $B$ નો મોલ- અંશ $0.5$ છે. તો અંતિમ દ્રાવણનુ બાષ્પદબાણ અને બાષ્પ અવસ્થામાં ઘટાકો $A$ અને $B$ ના મોલ - અંશ અનુક્રમે જણાવો.
પાણી માટે $K_b$ અને $K_f$ ના મૂલ્યો અનુક્રમે $0.52$ અને $1.86\, km^{-1}$ છે. જો દ્રાવણ પાણીના ઉત્કલનબિંદુ કરતા $0.78\, K$ ઊંચા તાપમાને ઊકળે તો દ્રાવણ નુ ઠારબિંદુ ........ $\mathrm{K}$ થશે.