Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્લેટ વચ્યે હવા ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $15\,pF$ છે. જો પ્લેટ વચ્યેનું અંતર બમણું કરવામાં આવે અને તમમાં $3.5$ ડાઈ ઈલેક્ટ્રીક અચળાંકનુ માધ્યમ દાખલ કરવામાં આવે તો કેપેસીટન્સનું મૂલ્ય $\frac{x}{4} pF$ થાય છે. તો $x$ નું મૂલ્ય $..........$ છે.
સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર $d$ , પ્લેટનું ક્ષેત્રફળ $A$ અને $K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય કેપેસીટરનું કેપેસીટન્સ $C_0$ છે. તેમાંથી ત્રીજા ભાગનું દ્રવ્ય $2K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે બદલવામાં આવે છે, કે જેથી તેમાં પરિણામી બે કેપેસીટર એક $\frac{1}{3}\,A$ ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $2K$ અને બીજો $\frac{2}{3}\,A$ ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $K$ થાય.જો નવા કેપેસીટરનો કેપેસીટન્સ $C$ હોય તો $\frac{C}{{{C_0}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ $ ABC $ નાં શિરોબિંદુઓ પર $ +q$ વિદ્યુતભાર મૂકેલા છે.ત્રિકોણની બાજુઓ $BC$ અને $AC$ ની લંબાઇ $ 2a$ છે. બિંદુ $D$ અને બિંદુ $E$ એ અનુક્રમે $BC$ અને $AC$ નાં મઘ્યબિંદુઓ છે.વિદ્યુતભાર $Q $ ને $D$ થી $E$ સુધી લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
સમાંતર પ્લેટ કેપેસીટરની બે પ્લેટ વચ્ચે $200 \Omega \, {m} $ અવરોધકતા ધરાવતો પદાર્થ ભરેલો છે.કેપેસીટરના કેપેસીટન્સનું મુલ્ય $2\, {pF}$ છે. જો કેપેસીટરની બે પ્લેટ વચ્ચે $40 \,{V}$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો, કેપેસીટરમાંથી લીકેજ થતો પ્રવાહ કેટલો હશે?
બે બિંદુઓ $P$ અને $Q$ આગળ વિદ્યુતસ્થિતિમાનમાં મૂલ્યો અનુક્રમે $10\; V$ અને $-4 \;V$ છે. તો $100$ ઈલેક્ટ્રોનને બિંદુ $P$ થી $Q$ પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = (Ax + B)\hat i$ $N\,C^{-1}$ મુજબ પ્રવર્તે છે જ્યાં $x$ મીટરમાં છે અચળાંકો $A = 20\, SI\, unit$ અને $B = 10\, SI\, unit$ છે.જો $x =1$ આગળ વિદ્યુતસ્થિતિમાન $V_1$ અને $x = -5$ આગળ વિદ્યુતસ્થિતિમાન $V_2$ હોય તો $V_1 -V_2$ કેટલા ......$V$ થશે?
સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એક વિદ્યુત ડાયયોલને મૂક્વામાં આવે ત્યારે તેની સ્થિત ઉર્જા લઘુત્તમ છે, તો આ સમયે વિદ્યુતક્ષેત્ર $E$ સાથે. ડાયપોલ મોમેન્ટ કેટલો ખૂણો બનાવશે.