Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફલાસ્કમાં $2:1$ ના દળ ગુણોત્તરમાં $27^{\circ}\,C$ તાપમાને હાઈડ્રોજન અને ઓકિસજન વાયુ રહેલા છે. હાઈડ્રોજન અને ઓક્સિજનની પ્રતિ અણુ સરેરાશ ગતિઉર્જાનો ગુણોત્તર $..........$ છે.
અવાહક દિવાલવાળા પાત્રના વાલ્વવાળા વિભાજક દ્વારા બે સમાન ભાગ પાડેલા છે. એક ભાગમાં $P$ દબાણ અને $T$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. જ્યારે બીજા ભાગને શૂન્યવકાશિત કરેલો છે. જો વાલ્વ અચાનક ખોલી નાખવામાં આવે, તો વાયુનું દબાણ અને તાપમાન કેટલા થશે?
બે દ્વિ પરમાણ્વિક વાયુ $\mathrm{A}$ અને $\mathrm{B}$ $T$ તાપમાને છે. વાયુ $A$ ના અણુંનું દળ $m$ અને તે દઢ છે જ્યારે વાયુ $\mathrm{B}$ ના અણુનું દળ $\frac{\mathrm{m}}{4}$ અને તેમાં વધારાની કંપન ગતિ છે. $\mathrm{A}$ અને $\mathrm{B}$ વાયુની વિશિષ્ટ ઉષ્મા $(\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{B}})$ નો ગુણોત્તર કેટલો થાય?
$1\,g$ વજનના $10,000$ નાના બોલ $1\, cm^2$ ક્ષેત્રફળ પર પ્રતિ સેકન્ડે $100 m/s$ ના વેગથી પૃષ્ઠને લંબ અથડાય છે. અને તેટલા જ વેગથી પાછા આવે છે. સપાટી પર કેટલું દબાણ લાગતું હશે?