Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે સમક્ષિતિજ સાથે $60^{\circ}$ કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર ${x_1}$ જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને $30^{\circ}$ કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે ${x_2}$ અંતર કાપે છે. તો ${x_1}:{x_2}$ નો ગુણોત્તર કેટલો થશે?
વર્તુળ પર નિશ્રિત બિંદુ પરથી માપવામાં આવેલા $12$ મીટરની ત્રિજ્યા ધરાવતા એક વર્તુળ પર કણને ગતિ કરાવવામાં આવે છે અને વર્તુળ સાથે તેનું માપન મુલ્ય $S=2 t^3$ (મીટરમાં) દ્વારા માપવામાં આવે છે. તો $t=2 \,s$ દરમિયાન તેના સ્પર્શીય અને કેન્દ્રગામી પ્રવેગનો ગુણોતર કેટલો થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક કણ અચળ ઝડપ $\pi\,m/s$ સાથે ગતિ કરી રહ્યો છે. $A$ થી $B$ સુધીની તેની ગતિને ધ્યાનમાં લેતા, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય?
જો એક પદાર્થ $A$ દળ $M$ ને સમક્ષિતિજ સાથે $30^o$ ના ખૂણા પર $v$ વેગથી ફેકવામાં આવે અને બીજા સમાન દળના પદાર્થ $B$ ને સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણા પર સમાન ઝડપથી ફેકવામાં આવે છે. $A$ અને $B$ ની અવધિઓનો ગુણોત્તર કેટલો થાય?
નદીની પહોળાય $1\; km$ છે. હોડીનો વેગ $ 5 \,km/h$ છે. હોડી શક્ય એવા ટૂંકા માર્ગ પરથી $15$ મિનિટમાં નદી પાર કરે છે. તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?
સમક્ષિતિજ સાથે $15^{\circ}$ ના ખૂણે પ્રક્ષેપન કરેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ $50\,m$ છે.જો આ પદાર્થનું સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે આટલા જ વેગથી પ્રક્ષેપન કરવામાં આવે તો તેની અવધિ $........\,m$ થશે.